________________
શ્રી આચાર્યપદ વ્યાખ્યાન જિનેશ્વર ભગવાન રૂપી સેનાધિપતિના હુકમ પ્રમાણે વર્તવાનું, પણ મુદો સિદ્ધિ પામવાને. સિદ્ધિને સાક્ષાત્કાર કરી ઉપદેશ દેનારા તે જ અરિહંત, સિદ્ધિ પામ્યા તેથી તેઓ મુરબ્બી સંપૂર્ણ ગુણવાળા છે અરિહંતને હવે નવ ગુણ મેળવવાને નથી. ચાર ઘાતકર્મને ક્ષય થવાથી ચાર ગુણે મળી ગયા છે. ચાર કર્મ તે બાકી છે ને? નાણું ભરપાઈ કર્યા છે, માત્ર જમે ઉધાર લખવાનાં બાકી છે. તેમાં શાહુકારને દેવાને વાંધો નથી. વેદની, નામ, ગેત્ર ને આયુષ્ય આદિ ચારે કર્મના હવાલા નખાઈ ગયા છે. અધુરા ગુણવાળાને કેમ આરાધાય?
સંપૂર્ણ ગુણવાળાને આરાધીએ તે સંપૂર્ણ ગુણ મળે તે સ્વાભાવિક છે. માટે દેવતત્વ આરાધવાથી કલ્યાણ થાય, તેમાં બે મત નથી; પણ આચાર્ય–ઉપાધ્યાય-સાધુ એ તે અધુરા છે, સંપૂર્ણ ગુણ પામી શિકયા નથી, તે મણિની માળામાં આ કાચના કટકા કયાંથી ઘાલ્યા ? કહે, અરિહંત ને સિદ્ધ-એ બે પદ આરાધવા જોઈએ.
આચાર્યાને વચમાં કયાં ઘાલ્યાં?
મહાનુભાવ! જેણે વાટ-રસ્તાનું વિશ્વ ટાળવા સથવારે ન લીધે, તેને સામા ગામનું બોલાવું આવે તેમાં શું વળે? તેડું આવેલું એકલું કામ ન લાગે. આચાર્યાદિ એ તે મેક્ષની વાટના વળાવા છે. તેને જોડે ન લઈએ તે વાટના વિદનોનું શું થાય? વાટમાં મળેલા લુંટારૂ વખતે વળાવે જોઈએ. તે જ આગલા ગામની દુકાનની માલિકી મેળવી શકાય. જિનેશ્વર સિદ્ધ મહારાજ ધીગતી પિઢી છે, છતાં મુસાફરીને માર્ગ મોકળ કેણ કરે? સંપૂર્ણ ગુણવાળા હોય તે જ આરાધનીય, પણ ગુણ તેમનામાંથી આપણે લેવાના છે કે આપણું ગુણ આપણે “ઉત્પન્ન કરવાના છીએ.
કાગળ વાંચતાં માસ્તરે શીખવ્યું, પણ અજવાળું નથી. શીખેલાને અજવાળા વગર મુંઝવણ પડે, તેમ અરિહંત મહારાજે માર્ગ બતાવ્યું, પણ વહેણ ન ચાલે તો બધું નકામું થાય. “દી નામું ભર્યું નથી. તેમ વિચારી વાંચવાવાળે દી ન કરે તો શું થાય? ભલે નામું નથી ભયે, આંક નથી શીખે, પણ આપણે લાયક અજવાળું કરી દે તે નામું