________________
શ્રી સિદ્ધક્ષેત્રની મહત્તા
૨૦૩.
તેથી કાઉસ્સગની અપેક્ષાએ જે તે વખતના માપનું ક્ષેત્રગણિત કરવામાં આવે તે કોઈ જાતનો વિરોધ આવે નહિ, પણ જેઓને ન તે શ્રદ્ધાનુસારીપણે શાસ્ત્રવાક્ય માનવું હોય, ન તો હિસાબ કરવો હોય, પણ કેવળ પરંપરાથી મોક્ષ પામવાવાળાની સંખ્યા ન લેતાં મનસ્વીપણે બેલિવું અને બેસાડવું હોય તેવાઓની આગળ શાસ્ત્ર અને યુતિ વગેરે પ્રકાશ સફળ ન થાય તે સ્વાભાવિક છે.
આજ સિદ્ધક્ષેત્રમાં ભગવાન અજિતનાથજી મહારાજા અને શાંતિનાથજી મહારાજાએ ચાતુર્માસ કરેલા છે, અને તેથી જ એટલે શ્રીસિદ્ધક્ષેત્ર મહારાજની પવિત્રતા અને જિનેશ્વર ભગવાનનું ચોમાસું રહેવું થએલ હોવાને લીધે વર્તમાન સમયમાં પણ સેંકડોની સંખ્યામાં સાધુ, સાધવી અને શ્રાવક, શ્રાવિકાઓ આ પવિત્ર ગિરિરાજની છાયામાં ગિરિરાજનું ધ્યાન ધરતા ચોમાસું કરે છે. અન્ય મતમાં જેવી રીતે કાશીમાં મરણ થવાથી મુક્તિ માનેલી છે, અને તેથી તે મતને માનવાવાળાઓ તે કાશીક્ષેત્રની અંદર જન્મભૂમિ છેડીને પણ કેટલાય વરસો સુધી વાસ કરે છે, તેમ આ. શ્રી સિદ્ધગિરિની પવિત્રતાને સમજનાર શ્રી સિદ્ધગિરિની સેવા અને આરાધનાધી ત્રીજે ભવે મોક્ષે જવાય છે એમ સમગ્ર જનજનતા માને છે, અને ચોમાસામાં સ્થિરતાને સમય હોવાને લીધે સારી રીતે ગિરિરાજની સેવા કરવા માટે સેંકડોની સંખ્યા દરેક વર્ષે ચોમાસામાં રહે છે,
જે કે જૈનધર્મનો મુખ્ય સિદ્ધાંત અને પ્રથમ કર્તવ્ય જીવદયાનું પાલન કરવું એ હોવાથી શ્રદ્ધા સંપન્ન કઈ પણ મનુષ્ય એ ગિરિરાજ ઉપર ચોમાસાને લીધે રસ્તામાં સ્થાન સ્થાન ઉપર લીલેરી, લીલફુલ અને ત્રસજીવોના ઉત્પાદ થવાથી ગિરિરાજની જાત્રા ચોમાસામાં કરતા નથી. એક પગથિઉં પણ ગિરિરાજનું ચોમાસામાં ચઢવાને માટે શ્રદ્ધાળુઓ તૌયાર હોતા નથી, કેમકે એક એક ડગલાં કરતાં અને એક એક ટેકરી કરતાં સમગ્ર મર્યાદાને નાશ દીર્ઘ દૃષ્ટિવાળા શ્રદ્ધાળુઓ જોઈ શકે છે. તીર્થકર ભગવાનોએ ચોમાસા કર્યાનું બહાનું કેટલાક વિપરીતભાષીઓ તરફથી લેવામાં આવે છે, પણ તેઓએ તીર્થકર મહારાજના અતિશયોને, કુંથુઆની ઉત્પત્તિના અભાવને, તેમજ તે વખતની સુઘડતાને અંશે પણ વિચાર કરેલો જણાતો નથી. શ્રદ્ધાસંપન્નએ તે શ્રીકૃષ્ણ મહારાજ અને કુમારપાળ મહારાજ સરખાના ચોમ સાન નિયમિતપણાના દાખલા ધ્યાનમાં રાખવાના હોય છે.
એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે આ શત્રુજ્ય ગિરિરાજ આ તીર્થરૂપ છે. શાસ્ત્રકાર પણ “મરિવ તીર્થ વગેરે વાથી આખા ગિરિરાજને તીર્થરૂપે જણાવે છે, અને તેથી જ ગિરિરાજની ચારે બાજુની જે જે તલાટીની દહેરીએ છે, તે મર્યાદાની અંદર કેઈ પણ શ્રદ્ધાસંપન્ન મનુષ્ય જોડા પહેરતો નથી, ઘૂંકતે નથી, પેશાબ કરતું નથી અને ઝાડે જાતે નથી.