________________
૬
- - પર્વ મહિમા દર્શન જૂઠું છે તે મોટું પાપ. પણ તે પ્રાસંગિક દુઃખ થવા દ્વારાએ પાપ થાય. ચેરીમાં કેઈનું લઈએ તો તે દુઃખી થાય, અંતરાયને ત્યાં ઉદય થાય તેથી પાપ. સ્ત્રીસમાગમ એ આખા સંસારની જડ છે. ત્યાં ગર્ભજેની હત્યા છે. એક વખતના સ્ત્રી સમાગમમાં નવ લાખ જીની હિંસા થાય છે. માટે આ ભયંકર આશ્રયસ્થાન. હિંસા વગેરે પાપસ્થાનકે કરતાં આ ભયંકર પાપ છે, તેથી તે પાપને બંધ કરે તેનું નામ શિયળ કહેવાય. એકેન્દ્રિય વગેરેમાં સ્ત્રીને સમાગમ ભલે ન હોય, પણ એકેન્દ્રિય વગેરેને શીલને લાભ થતો નથી, કારણ કે, ત્યાં શિયળના પરિણામ નથી. આશ્રવ–કવાનાં પરિણામ તે શીલની જડ. ભાવ સહિત તપ કયારે?
તપને અંગે વિચારીએ. એક દહાડો ઉપવાસ કરીએ તે ઉપવાસ કર્યો એમ કહીએ છીએ. દેવતાને અંગે વિચાર કરીએ તે તેઓને હજાર વર્ષ સુધી ખાવાનું નથી. જેટલા સાગરેપમનું આયુષ્ય તેટલા હજાર વર્ષ સુધી આહાર વગરના. આપણને કવલાહારના પચ્ચકખાણ હોય છે, પણ રૂંવાડાના આહારના–લેમાહારના પચ્ચકખાણ નહિ. તેલ ચાળીએ તેમાં બહારથી પુદ્ગલે લીધા તેને ત્યાગ નથી. દેવતાને કવલાહાર નથી. એ તે ૩૩ સાગરોપમના લાંબા કાળ સુધી કવલાહાર ન કરતા હોવાથી ઉપવાસી કેમ ન ગણાય? ત્યાગ રૂપે ત્યાગ નથી, તેમ પચ્ચક્ખાણ નથી, આથી ઉપવાસી ન ગણાય.
તપસ્યામાં કવલાહારને અંગે આપણે પચ્ચકખાણ કરીએ. આપણામાં છટ્ઠ-અટૂઠમ કરનાર તપસ્વી ગણાય, તે દેવતાએ હજારે વર્ષો સુધી નહિ ખાનારા મહા તપસ્વી કહેવાવા જોઈએ ને ! શાસ્ત્રકાર તપસ્યાની કિંમત કયાં ગણે છે? તે જરા સમજે ! જેમ તળાવને સુકવવું હોય તે પાછું આવવાનું દ્વાર બંધ કર્યા વિના સુકવવા જાય તે તેને કમ અક્કલવાળે કહીએ. આવતા પ્રવાહ રોક નથી, ને જે પાણી ઉલેચવાનું કરે છે, તે અંધારૂં ઉલેચવા જેવું કરે છે તેમ કહેવાય. તેમ અહીં કર્મ આવવાનાં દ્વાર બંધ કર્યા સિવાય નિર્જરા કરવા માગે તે અંધારા ઉલેચવા જેવું થાય. તપ કરતાં શીલને અગ્રપદ