________________
શ્રી સિદ્ધચક્રાય નમઃ શ્રી સિદ્ધચક્રનાં વ્યાખ્યાન વિ. સં. ૧૯૨ આ સુદિ ૬, જામનગર-દેવ બાગ
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખર સૂરીશ્વરજી મહારાજ શ્રીપાળ મહારાજના ચરિત્રને રચતાં જણાવી ગયા કે ધર્મના ચાર પ્રકાર છે: દાન, શિયળ, તપ ને ભાવ. એ ચારે પ્રકારમાં દાન પિતાનું દઈ દેવું, તેટલા માત્રથી દાન નહિ કહેવાય. ગુણવાનને જાણીને ગુણની વૃદ્ધિ-પ્રાપ્તિના આશયથી જે દેવામાં આવે તેનું નામ દાન. નહિ તે રાજાને દંડ-ટેક્ષ આપનાર દે તે છે.
પૃથ્વીએ પાતાળમાંથી પાણી આપ્યું. પાણી આપવાવાળી પૃથ્વી છે, તે દાનનું ફળ તેને મળવું જોઈએ.
શા માટે દાનનું ફળ નથી પામતા? દેવા માત્રથી દાન નથી. ગુણ કયા છે, તે મેળવવાની કેટલી જરૂર, અન્યના ગુણના પિષણ દ્વારાએ પિતાને ગુણ મેળવવાને રસ્તે છે. ભાવ વગરનું દાન એ દાન નથી.
ભયંકર પાપસ્થાન કયું?
શીલને અંગે કોઈ જ એવા છે કે, જ્યાં સ્ત્રી જાતિ નથી, સૂકમ એકેન્દ્રિય જેને નપુંસક વેદ છે, જેમાં સ્ત્રી વેદ, પુરુષ વેદ નથી, તેને સ્ત્રીને સમાગમ પણ નથી, તેને બ્રહ્મચારી કહેશે? કલ્પાતીત દેવતા લે. એ તે સાગરેપમ સુધી બ્રહ્મચારી ગણાવા જોઈએ ને? સ્ત્રીસંગ ન કરવા માત્રથી બ્રહ્મચારી ગણવા જોઈએ ને? સ્ત્રીસંયોગ ન કરવામાત્રથી બ્રહ્મચારી હોય તે સૂક્ષ્મ એકેન્દ્રિયથી યાવત્ કેટલાક દેવતાને બ્રહ્મચારી ગણવા જોઈએ.
આવી રીતે હિંસા વગેરે આશ્રવના હેતુઓ-કર્મ આવવાનાં આ દ્વાર છે. તેમાં મુખ્ય દ્વાર આ છે. હિંસાથી મારે તે જ પરિમિત. આરંભ પરિગ્રહને જે સહેજે મરે તે માત્ર. સ્થાવર, ત્રસની તે જયણ હેય, હિંસાને અંગે સામાન્ય આરંભ પ્રવૃત્તિવાળાને સ્થાવરની દયા રહે.