________________
[GDRSSSSSSSSSSSSSSSB SSSSSSSSSSSSSSSSSSSSS શું સિદ્ધચને અંગે કંઈક ઉપયોગી છે
શ્રી સિદ્ધચક્રમાં જ આરાધ્યપદોની સંખ્યાને અંગે જોડાએલે અંક ચાહે જેટલા પૂર્ણક ગુણાકારે ગુણીએ તે પણ ભિન્નતાને ધારણ કરતું નથી. નવને એકે ગુણતાં તે નવ આવે જ છે, પણ તેને બેએ ગુણીએ તે અઢાર આવે. તેમાં પણ આઠ ને એક નવ જ થાય. ત્રણે ગુણતાં સત્તાવીસ આવે તે સાત ને બે નવ જ થાય. યાવત્ નવે ગુણીએ તે પણ એક ને આઠ નવ જ થાય. વીસે ગુણીએ તે એક એંસી થાય, તેમાં પણ આઠ ને એક નવ જ થાય. એવી રીતે કઈ પણ પૂર્ણાંકથી ગણવામાં આ નવ અંકનું અભેદ્યપણું છે. આ અંકનું અભેદ્યપણું દષ્ટાંત તરીકે સમજી દર્ટીતિક તરીકે તે એ સમજવાનું છે કે-અનંતી ચોવીસીઓ અને વીસીએ થશે, તે પણ આ નવપદજીવાળું સિદ્ધચક્ર કેઈ પણ કાળે ચલાયમાન થવાનું નથી અર્થાત્ કઈ પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ પૂર્વે હતું નહિ કે ભવિષ્યમાં આવશે નહિ કે જે કાળે જગતમાં નવપદજીનું ચલિતપણું હોય અને સિદ્ધચકનું સામ્રાજ્ય ન ચાલતું હોય.
દરેક આસ્તિક શ્રોતાઓને એ વાત પૂરેપૂરી ખ્યાલમાં હશે કેપર્યુષણ અને માસીની અટઠાઈઓ અશાશ્વતી એટલે અનિયમિત છે અર્થાત્ તે અટૂઠાઈઓમાં અજિતઆદિ બાવીસ તીર્થંકરની વખતના દેવતાઓ નંદીશ્વરદ્વીપમાં નિયમિતપણે અટૂડાઈ મહેચ્છવ ન પણ કરે, પરંતુ શ્રી સિદ્ધચક એટલે નવપદજીની આરાધનાવાળી આસે અને ચૈત્ર માસની અટૂઠાઈઓ તે દરેક તીર્થંકરની વખતે દેવતાઓ નંદીશ્વરીપે નિયમિત અડાઈમહેચ્છવ કરે જ છે, અને તેથી તે બે આરો અને ચૈત્રની નવપદજીની અડાઈઓ-શાશ્વતી છે એમ શાસ્ત્રકારોએ ખુલ્લા શબ્દોમાં જણાવ્યું છે. તે આવી શાશ્વતી અને દેવતાઓને પણ આરાધવા લાયક એવી ઓળીની અટૂઠાઈને આરાધવામાં કર્યો મનુષ્ય કચાશ રાખે?
અન્ય પર્વે આરાધવામાં દેવ, ગુરુ કે ધર્મ એ ત્રણમાંથી કઈ