________________
પર્વ મહિમા દર્શ
હોય છે. એક તે પરમ શુશ્રષાવાળા ને બીજા અપરમ શુશ્રષાવાળા. જીવને ધર્મ આદરવાની બુદ્ધિથી, કર્મક્ષયના મુદ્દાથી ધર્મવિધિ કે કઈ પણ દ્વારાએ શ્રવણ કરવાનું મન થાય તે પરમ શુશ્રષા.
ધર્મ કરતો હોય, તેને સારે માનતે હેય, પણ સાંભળવા માટે કેવળ રસ ઉપર તત્વ હાય, હાસ્યરસ, શૃંગારરસ અને વીરાદિ રસમાં જ સાંભળવાની ઈચ્છા હોય. મોટા રાજા મહારાજાઓને રાજ્યચિંતાની બહુ જ પળેજણ હોવાથી ઊંઘ આવતી નથી, તેવા રાજાઓ કથાકાર રાખે છે. તેઓ પહેલાંની, જની, ગામની, પરગામની, અને રાજાઓની વાત કરે છે તે વાતમાં રાજાનું ચિત્ત જાય. રસિક વાત સાંભળવી એટલું જ તેમાં હોય પણ તત્ત્વદષ્ટિ ન હોય. કેવળ નિદ્રા લાવવાને તેમાં ઉપાય છે, જેમ અહીં જૈન શાસનમાં જે કેવળ રસકથા તરફ દોરાએલા છે, શ્રીપાળ. મહારાજાને રાસ ત્રણ ખંડ વંચાય ત્યાં સુધી વ્યાખ્યાનસભામાં તલભર પણ જગ્યા ન હોય. ચેથા ખંડમાં ચાર ડોસા ને આઠ ડેસીઓ દેખાય, કારણ? તત્ત્વનું સ્થાન ચોથે ખંડ છે. નવપદનું વર્ણન-સ્વરૂપ-ગુણઆરાધન ફળની રીતિ આ બધું ચોથા ખંડમાં છે.
હવે વિચારે ! ત્રણ ખંડ સાંભળવાવાળાને પરિણમ્યું શું? ચેથા ખંડ વખતે ઘેર ચૅટી જવાવાળાને કહું છું. ત્રણ ખંડ સાંભળ્યા તેની વાત બધી યાદ રહી જાય, પણ નવપદના વર્ણનને અંગે પૂછે તે કશું યાદ ન રહે, તે વાત નવપદની પૂજામાં દાખલ થઈ તે પણ આપણાં હદયમાં ન આવી. “વાણીના ક્યા ગુણો?” “તીર્થ કેમ પ્રવર્તે?” તેમાંથી કશું યાદ નહીં, શ્રીપાળ રાજાને આટલી રાજકુંવરીઓ વરી, રાજ્ય મળ્યું, દેવતા સહાય થયા, તે બધું યાદ કરે છે. કેરી, કેરી પિકાર્ય કરવાથી કેરી નહિ મળે. બે સિંચાય તે કેરી મળે. વ્યાવહારિક ફળ દેખીને પણ ઝાડ સીંચવું નથી અને તરણું બાંધી કેરી ખાવી છે. શ્રીપાળ રાજાની હદ્ધિ, દેવતાઈ ચમત્કાર અને શૂરાતન ગાવા તૈયાર છીએ, પણ એ બધું આપનાર નવપદ–તેને મહિમા ધ્યાનમાં રાખવા તૈયાર નથી.
અહીં બે પ્રકારના શ્રોતાઃ એક તે રસકથા સાંભળનાર ને બીજા તત્ત્વકથા સાંભળનારા.
ચેથા ખંડમા તત્ત્વકથા છે. માટે નવપદના સ્વરૂપ ઉપર ધ્યાન