________________
શ્રી સિદ્ધચક વ્યાખ્યાન
થાકીને વેપારીને કહે છે, “ભાઈ સાહેબ ! છેડે, નવરે હેઉ તે નખેદ કાઢે તેથી આ તમે શેઠવણ કરી છે.” લાખ રૂપિયા ખરચવાથી ન થાય તેવું ડુંગરમાં શેઠના નામનું ભૂતે તળાવ કર્યું, પછી શેઠે ભૂતને જાતે કર્યો. છાશમાં માખણ જાય અને રાંડ કુવડ કહેવાય તેવું ન કરે!
આ જીવે કર્મરાજા પાસેથી મનરૂપી ભૂત લીધું છે. હવે તે ભૂત એવું છે કે કબજે રહે તે બે ઘડીમાં તે મેક્ષ આપી શકે. કબજે ન રાખે તે તમને આર્તધ્યાન રૌદ્રધ્યાનમાં રગદોળીને નિગદનાં ખાતાં બંધાવી દે. સંજ્ઞીપણાનું પુણ્ય તે સાટે મન લીધું છે. એ પુણ્ય આપીને મનરૂપી ભૂત લીધું છે. તે પેલા ભૂત જેવું છે. કામ ભળાવો તે કરી દે, નહિ તે નખેદ કાઢે. જે ડાહ્યા છે તે તેને કામ ભળાવી દો, નવરું પડ્યું તે નખેદ કાઢે તેવું છે. એક બાજુ પુણ્યની પ્રકૃતિ જાય છે, બીજી બાજુ પાપનો ઢગલે થાય છે. તે કરવું શું ? અમૃત સ્વાધીન હોય છે કે મૂર્ખ મુતર પીએ? આ મનથી બે ઘડીમાં મેક્ષ સુધીનું કામ કરી શકાય તેવા મનથી ઊંચી ગતિનાં કામ ન કરતાં અધમગતિનાં કામ કરવાની મૂર્ખાઈ કણ કરે ? છાશમાં માખણ જાય ને રાંડ કુવડ કહેવાય. પુય પ્રકૃતિને ખુવાર કરે અને પાપના ઢગલા એકઠા કરે તે બેવકૂફ. મન મર્કટ માટે પાંજરું કર્યુ?
આ મનભૂતને પાંજરામાં પૂરી દો. પાંજરામાં પૂરેલું મન ચાહે તેમ કૂદે. પાંજરાની અંદર પણ મન ચંચળ સ્વભાવી છે. તેને એવા પાંજરામાં રેકી દો. એવું પાંજરું કર્યું? આ મનમાંકડાને પુરવા માટે કઈ પાંજરું હોય? હા. સ્વાધ્યાય, ધ્યાન વગેરે પાંજરાં છે. પણ તે બધામાં નવપદજી જેવું પાંજરું એકેય નથી, કારણ નવપદ પાંજરામાં નવ પદ બેઠવી દીધા, કે અરિહંતથી મન ચલાયમાન થાય, તે જા સિદ્ધમાં. એમ આગળ ને આગળ જાય. જેમ વાંદરાને નવે સ્થાનમાં પિતે બેઠું તે સ્થાન. આઠે દિશાના આઠ સ્થાન, તેમ એ નવે સ્થાનમાં વાંદરો કૂદ્યા કરે, તેમ અહીં મનરૂપી વાંદરાને નવપદ પાંજરામાં પૂરી દઈએ તો તે ક્યાંય જાય નહિ. -