________________
૧૬૪
પર્વ મહિમા દર્શજ
માટે તેમને જણાવ્યું. આ કારણથી જૈન લોકોમાં કિંવદન્તી ચાલે છે કે–મૌન એકાદશીનું જે ધર્મકાર્ય તે એક છતાં પણ દોઢસગુણા કરીને દેવાવાળું છે. આ સર્વ હકીકત ધ્યાનમાં લઈને ધર્મિષ્ઠ પુરુષે એ વ્રત, સામાયિક, પ્રતિકમણ, પૌષધ, ઉપવાસ અને જપમાળાદિક ગણવા. વગેરેથી આ પર્વનું અવશ્ય આરાધન કરવું જોઈએ.
પિષીદશમી દેશના
(પાર્શ્વનાથ ભગવાન જન્મકલ્યાણક) जीयात् फणिफणप्रांतसंक्रांततनुरेकाद । उद्धर्तुमिव विश्वानि, श्रीपाश्वो बहुरूपभाक् ॥ अध्या० सा० श्लो० ॥ આમેન્નતિ માટે જૈન તહેવારે
મહાનુભાવે ! અન્ય સર્વ દશને કરતાં જૈન દર્શનની વિશિષ્ટતા દેવતાની નિષ્કલંકતાને લીધે, ગુરુના મહાવ્રતપણાને લીધે, ધર્મની દયામૂલક ધર્મને લીધે, સહેજે અનુભવી શકાય છે. તેમાં તહેવારો જે જૈનમાં રાખ્યા છે, તેમાં ખુદ જિનેશ્વરેના વૃત્તાંતેને ધ્યાનમાં લઈ આત્માને ઉન્નતિની દશાએ પહોંચાડે તેવા જ તહેવાર રાખ્યા છે. અન્ય મતના તહેવાર જુગાર, ખાનપાન, શલો, ઘરેણુગાંઠને અગ્ર પદ આપે છે, અથવા તેઓના ઉપગને માટે એએએ તહેવાર કપેલા છે, જ્યારે જૈન દર્શનમાં તહેવાર પણ ત્યાગ માટે જ કર્યો છે. એકસો વીસે કલ્યાણકો આરાધ્ય છે.
બીજાઓમાં માત્ર વિષ્ણુ આદિ એક દેવતાના વ્યક્તિગત જ તહેવાર છે, પોતાના જ તહેવાર પ્રવર્તાવવામાં આવ્યા છે. જ્યારે જૈન દર્શનમાં એકલા મહાવીરને નામે તહેવાર નથી. ચેત્રી પુનમ તેમજ અખાત્રીજ સાથે મહાવીરને કશો સંબંધ નથી. વિચારીશું તે અનેક તીર્થકરને લીધે, નહીં કે એકલા મહાવીર મહારાજાના જ જૈન તીર્થંકરનાં કલ્યાણક આરાધવાનાં રાખ્યાં. એકલા મહાવીરનું કલ્યાણક આરાધી, કૃતાર્થ પણું નથી માન્યું. સમગ્ર તીર્થકરોનાં કલ્યાણક આરાધવાની શક્તિ ન હોય ને એક તીર્થકરનું કલ્યાણક આરાધે તે જુદી વાત.