________________
મૌન એકાદશી
૧૬૩
પડ બજાવીને જે કોઈ પિતાના આત્માને સંસારથી ઉદ્ધાર કરવા દીક્ષા લે તેને સમગ્ર પ્રકારે મદદ આપવાનું જાહેર કર્યું. એ પડડાના પ્રતાપે હજારે પ્રાણીઓ પિતાના આત્માને ઉદ્ધાર કરવા તૈયાર થયા. તે વખતે કૃષ્ણમહારાજને પોતાના આત્માના ઉદ્ધારની પણ ચિતા ઝળહળતી થઈ ગઈ અને ભગવાન નેમનાથજી મહારાજને પિતાના આત્માના ઉદ્ધારને માટે ઉપાય બતાવવાની વિનંતી કરી, ત્યારે ત્રિલેકનાથ ભગવાન નેમનાથજી મહારાજે તેમને આ મૌન એકાદશીની આરાધનાનો ઉપદેશ કર્યો અને આ મૌન એકાદશીની આરાધના સુવ્રત નામને શેઠે કેવી અદ્વિતીય રીતે કરી હતી તે સવિસ્તર જણાવ્યું.
ધ્યાન રાખવું કે જૈન શાસનમાં ચોવીસે તીર્થકર મહારાજનાં શાસને આત્મદ્રષ્ટિએ મોક્ષની પ્રાપ્તિ માટે જ જાયેલાં છે અને તેથી જ અન્ય તીર્થપતિઓના શાસનમાં પ્રવર્તેલા તહેવારે અને પ પણ અન્ય અન્ય તીર્થપતિઓના શાસનમાં પ્રવર્તે છે. જેવી રીતે પરમ પવિત્ર સકલતીર્થમાં શિરોમણિરૂપ શ્રી સિદ્ધગિરિજીને મહિમા ભગવાન વિષભદેવજી મહારાજના શાસનથી પ્રવર્તે છે, છતાં સર્વતીર્થ કરેનાં શાસનમાં ચાલે. વળી રોહિણી તપને મહિમા વાસુપૂજ્યસ્વામીના
શાસનમાં પ્રગટ થયેલે, છતાં બધા પ્રભુનાં શાસનમાં ચાલુ રહ્યો, તેવી રીતે આ મન એકાદશી પવ, ભગવાન નેમનાથજી મહારાજના શાસનમાં પ્રગટ થયેલું છે, છતાં તેને મહિમા ભગવાન મહાવીર મહારાજના શાસનમાં પણ પ્રવર્તે છે. શાસ્ત્રોમાં કઈ પણ તીર્થકરોનાં જન્માદિક કયાણકમાંથી એક કલ્યાણકવાળે દિવસ પણ પવિત્ર તરીકે માનવામાં આવે છે, તે પછી આ મન એકાદશીને દિવસ કે–જે દિવસે ત્રણે કાળનાં દશે ક્ષેત્રનાં કલ્યાણકો એકઠા કરવાથી ૧૫૦ કલ્યાણકો થઈ જાય છે તે દિવસ કેટલે પવિત્ર ગણાય? દયાન રાખવું કેબાર માસની બાકીની ત્રેવીશ અગીઆરસને દિવસે જ્યારે ત્રણે કાલનાં અને દશે ક્ષેત્રનાં મળીને માત્ર દેઢ જ કલ્યાણક આવે છે ! ત્યારે આ મૌન એકાદશી જેવી એકલી એક પવિત્ર તિથિમાં જ દોઢસો કલ્યાણક આવે છે. આથી ભગવાન નેમનાથજી પ્રભુએ કૃષ્ણમહારાજની માગણી મુજબ સર્વ દિવસમાં આ એક દિવસ દીઠે અને તે આરાધના