________________
ચરમ શાસનપતિ મહાવીર દેવ
૧૭૫ છે છતાં આ વિર જિનેશ્વરનું કલ્યાણક વધારે કેમ ઉજવે છે તેને અંગે શંકાકાર કહે છે કે “તમે ગુણના પૂજારી નથી.” તમારી ને બીજાની મહેરની કિંમત
તમારી મહેરની રૂ. ૩૫)ની કિંમત ગણો, ને બીજાની મહારની રૂ૨) ની કિંમત ગણે, તે તમે કિંમત કરવાવાળા ન કહેવાઓ, પણ તમારી મહેરની કિંમત કરનાર કહેવાઓ. ગમે તેની મહોર હોય, પણ સરખી કિંમત કરવી પડે ત્યારે જ ચીજની કિંમત કરનાર કહેવાઓ. તેમ જે કલ્યાણકની કલ્યાણક તરીકે કિંમત કરતા હો તે રાષભાદિક સર્વ તીર્થકરોના કલ્યાણકેની આરાધના કરે, પણ એકલા વીરની એટલે મહાવીરની કિંમત વધારે, ને બીજાની ન વધારો, તે કહેવું પડશે કે કંઈક ગર્ભિત બીજે હેતુ હોવો જોઈએ. મહાવીર પ્રભુને વધારે આરાધવાનું કારણ ?
જેવી રીતે મારી, મારા કુટુંબની, મારા મિત્રની કે મારા શત્રુની મહારની કિંમત કયાં કરું કે જ્યાં મહેર દેખાય. મારી હોય છતાં પેટીમાં હોય કે શત્રુ મિત્રની હેય, છતાં થેલીમાં હોય, તેની કિંમત ન કરું એટલા માત્રથી કિંમત કરવાવાળા કોઈ નથી એમ કહી શકાય નહિ. જે કે હું ચોવીસે જિનેશ્વરનાં કલ્યાણકો આરાધવા લાયક ગણું છું, છતાં અત્યારે મને સંસારરૂપી સમુદ્રથી પાર પમાડનાર, વિષય, કષાય આદિ પાપોથી બચાવનાર, મોક્ષમાર્ગ તરફ દોરનાર જે કોઈ હેય તે વર્તમાન શાસનપતિ પ્રભુ મહાવીર જ છે, માટે હું વિશેષ આ દિવસ ઉજવું છું એટલે બીજાની ઉપેક્ષા કરવા માગતા નથી. સર્વ તીર્થકરોના કલ્યાણકના દિવસ આરાધ્ય ગણું છું, છતાં શાસનના માલિક કે જેનાથી મારું શ્રેય થઈ રહ્યું છે, જે શ્રેયને લીધે દુષમાકાળ છતાં દુષમકાળને ધન્યવાદ આપું છું. સાપના દૃષ્ટાંતથી ઘટના.
સૂતા હોઈએ, અને સાપ આવ્યો, ને ઓરમાન માતા સટી મારી આપણને જગાડે તે તે વૈરી કે ઉપકારી ? જેકે સગી માતા તે “ભાઈ!' કઈ સાચવીને ઉઠાડે, પણ આ સાવકી મા સેટી મારીને ઉઠાડે છે. વાત ખરી પણ “જિંદગી બચાવે તેનું કેમ કશું બેલ નથી ? સટીનું નુકશાન વધારે કે જિંદગીનું રક્ષણ વધારે ? કહેવું જ પડશે