________________
મહાવીર-જન્મકલ્યાણક
૧૮૭"
ત્રિલેકનાથના અદ્દભુત જીવનચરિત્રને બીજા સામાન્ય માણસની યંતીઓની હરોળમાં જિનેશ્વરના સેવકો તે ન જ મૂકે. ત્રિલોકનાથની પૂજા માટેના ૩૬૦૦૦ દિવસમાં પણ જે આપણે એવી નબળી સ્થિતિ રહી તે દેવત્વમાં અસંખ્યાતી વખત પૂજાને વખત આવે, તે આપણે મન વેઠ થવાની. ઝવેરીને એક રત્નની કિંમત, પણ ગધેડાને મોતીની ગુણ પણ ભારપ જ થવાની. જે છત્રીસ હજાર દિવસની પૂજા ભારરૂપ લાગે તે દેવ વખતે અસંખ્યાત વખતની પૂજા તે ગધેડાના ભારરૂપ જ થાય કે બીજું કાંઈ !
પ્રભુનું કલ્યાણક ઉજવીએ છીએ પણ ધર્મમાં રસ નથી. ઝવેરી દાબડીને જ જીવન ગણે છે, શાથી ? નિત્ય પૂજા કરનાર બહારગામ ગયે હોય તે પહેલા બીજાને અને બીજે ત્રીજાને કહી દે કે અમુકને કહેજોને, બીજાને કહેજે ને ? આ શું પૂજા કરવા ગયા ? હજુ તે પ્રક્ષાલ થાય છે? એમ કહી બહાર અધે કલાક ગપ્પાં મારે, પ્રક્ષાલ થયે, સાંભળી આવે એને અર્થ છે ? રખેને પૂજાને ભારે માથે ન આવી જાય એમ જ ને ? આ પરિણતિ છે, તે પૂજાને લાભ શી રીતે મળે ? પૂજાને અંગે આમ થાય તો સમજવું કે ભગવાનની કિંમત કરી નથી, આત્માનું ભાન નથી ને શાસ્ત્રનું જ્ઞાન નથી.
કિમિયાની શોધમાં ભટકતા લાખો હોય છે, કિમિયાગરે બહુ ડા. પથ્થરની ચાંદી બનાવી દે પણ તે ચાંદી પ્રભાવક ન હોય; જ્યારે આ તીર્થકર-કિમિયાગર તે પથ્થરને પારસ બનાવી દે છે! ત્રણ જગતમાં પથ્થરને પારસ બનાવનાર જો કોઈ હોય તે ત્રિલોકનાથ તીર્થકર જ છે. તેની પૂક્યતા હજુ મગજમાં આવતી નથી. તેને ઉપકાર જે લક્ષ્યમાં આવે તે દહેરું દૂર ન લાગે, અને દૂર હોય તે ત્યાં જતાં પગ તૂટવા ન માંડે. આજે અ ફલાંગ દૂર દેરાસર હોય. તે પગ તૂટવા માંડે છે તે કેટલાય રાજલેક છેટે દેવલોકમાંથી પારસ કરનાર આ કિમિયાગર પાસે કઈ રીતે અવાશે ? પીઠ ઉપર પારસની કિંમત ગધેડાને ન હોય પરંતુ, સેંકડે કેશ દૂર પડેલ પારસ કે રત્નની કિંમત સુજાણને હોય. દેના ખ્યાલમાં છે કે “જીવમાંથી જિન, પામરમાંથી પ્રભુ, શઠમાંથી સંત, નરમાંથી નારાયણ, રાખમાંથી રામ,