________________
૧૮૬
પર્વ મહિમા દર્શન
ઢીંગલા ઢીંગલીની રમતમાં આગળ વધવાને ચાન્સ નથી, તેમજ પૃથ્વી પાણી, પર્વતે વગેરે ફાની દુનિયાને તૈયાર કરી આપનાર પરમેશ્વરને માનવામાં આગળ વધવાને ચાન્સ નથી. બીજાઓને આ રીતે સંસારની માયામાં મૂંઝવનારમાં પરમેશ્વરની માન્યતા કરી, જ્યારે જૈનમત, એ છોકરાઓની રમતથી તદ્દન અલગ છે. અને તે આત્માના સ્વરૂપનું ભાન કરાવે, તેમાં પમેશ્વરની માન્યતા કરી. જેમ અરીસે મેઢાનું ભાન કરાવે છે, તેમ આગમ-અરીસે આત્માનું ભાન કરાવે છે.
અરીસામાં જેમ એક વખત મોટું જોઈને બંધ નથી કરતા. મેટું બગડયું નથી ને ! તે તપાસવા હંમેશ અરીસ દેખે પડે. મારુ આત્મસ્વરૂપ બગડયું છે કે કેમ ? તે તપાસવા જેટલું જીવે તેટલા વર્ષ આગમ-અરીસો દેખે, માટે જ દેવતાએ સાગરોપમનું આયુષ્યમાં તીર્થકરોની સેવામાં અસંખ્યાતી વખત હાજર થાય. એક ઈન્દ્ર અસંખ્યાતી વખત દેશના સાંભળે અને જિનેશ્વરના જન્માભિષેક કરે.
આપણે સો વર્ષના આયુષ્યમાં જ જન્મીએ ત્યારથી મરણ સુધી પૂજા કરીએ, તે ૩૬,૦૦૦ દિવસથી વધારે નહિ. છતાં તેમાં તે આપણે “પછી કરશું” “ન થઈ તે કાલે કરશું” આ સ્થિતિ હોય છે!
જેને આપણે તારક માન્યા તેની સેવામાં આપણે આ દશા કેમ! એ આજ સુધી ભૂલ્યા તે હવે નક્કી કરે અને સેવ્યની સેવામાં તન્મયપણે લાગી જાવ. અન્યથા “પ્રભુ જન્મથી પણ ત્રણ જ્ઞાનવાળા હતા, રાજકુમાર હતા. સેવા. દેવે હતા. નંદન ષિના ભવમાં લાખ લાખ. વર્ષ સુધી ઘેર તપ તપ્યાં હતાં. છતાં ગર્ભથી જ માતપિતા પ્રત્યે ભક્તિવાળા હતા. ચારિત્ર લીધા પછી સંગમ આદિના ઉપસર્ગો સહી, અનાર્ય દેશમાં વિચરી, જનસમૂહ ઉપર અતુલ ઉપકાર કર્યો ને ચંડશિયાને ઉદ્ધ. સાડા બાર વર્ષ તપ કરી કેવળ પામ્યા. અંતિમ સમયે પણ સોળ પ્રહર દેશના આપી, વગેરે વાંચી, સાંભળી કે બેલીને વિખેરાઈ જવું તે શુષ્ક આલાપ સિવાય વિશેષ ફળવાન ન નીવડે. માત્ર વાણીના જ વિલાસે વરસાવીને ઉજવાતું કલ્યાણક તે જયંતી જેવું ગણાય.