________________
૧૮૪
પર્વ મહિમા દર્શન दिव्यावदान १२-१४४३-१४३; इ पुरणज्ञातिपुत्राद्या; आवदानकल्पता, ઘવ રૂ–૨૨).
એ નામ બલવું પડ્યું. ભગવાન હેમચંદ્રસૂરિજીએ શા માટે કહ્યું? અનાજ લેવા, ગામ લેવા, દેશ લેવા નહિ, પણ મારા આત્માને કલ્યાણરૂપી વૃક્ષને નવપલવિત રાખવા માટે જે કંઈ પણ હોય તે મહાવીર જ્ઞાનન્દનરૂપી બગીચો જ છે, બીજે તે સૂકાઈ જાય, તથા થતજ્ઞાનરૂપી ગંગાના પ્રવાહને ચલાવનાર હિમાલય જેવા ભગવાન છે અને સમસ્ત જગતના પ્રાણરૂપી કમળને વિકવર કરવા સૂર્ય સમાન છે. આવા નિરૂપમેય, હિમાલય, ને રવિની ઉપમાવાળા ભગવાનને હું નમસ્કાર કરૂં છું.
આ મહાવીર–જન્મકલ્યાણક છે
पान्तु वः श्री महावीर स्वामिनो देशनागिरः । भव्यानामान्तरमल-प्रक्षालनजलापमाः।।
મહાનુભાવે, આજનો દિવસ મહાન પવિત્ર છે. આજે આપણે આત્માને ઓળખનાર મહાપુરુષને જન્મ થયો છે. જીવ નિત્ય છે, શાશ્વત્ છે, અવિનાશી છે, એ બધું સાચું પરંતુ તેનું વાસ્તવિક ભાન કરાવનાર મહાપુરુષ આજે પ્રગટયા છે. હાય તેવે કિંમતી પદાર્થ હોય, પણ તે તે વસ્તુતઃ ખ્યાલ આવે નહિ, ત્યાં સુધી કિંમતી તરીકે માલૂમ પડે નહિ. આ જીવ નિત્ય શાશ્વત વગેરે તરીકે હતા. તે ચોક્કસ છે; છતાં આંધળાના હાથમાં આવેલ હીરે, કાંકરાથી અધિક ન હોય તેવી જ રીતે આ ત્રિલોકનાથ જમ્યા નહોતા અને આત્મ સ્વરૂપ બતાવ્યું હતું, ત્યાં સુધી આપણને આત્માને નિત્ય-શાશ્વત્ વગેરે તરીકે માનવામાં “જીવ પદાર્થની વધારે સમજ લગીર પણ નહતી, જેમ ખાણમાંથી પથ્થર નીકળે, મકાનમાં ગોઠવાય અને પાક ધૂળમાં પડે તેમ આ જીવ પણ નિગદમાંથી નીકળે-ભટકે અને પાછો નિગેદમાં જતો. જીવની આ રીતે પથ્થર જેવી દશા હતી. નિગોદ અને નિગદની બહાર અથડાતે-પીડાતો હતો. આ સ્થિતિમાં એને પોતાના વાસ્તવિક