________________
પવ મહિમા દન
અને પથ્થરમાંથી પારસ કરનારા ફક્ત ત્રિલેાકનાથ એક જ છે. તેથી સેંકડો કેશથી સેવા કરવા આવે છે.
૧૮૮
આજે ત્રિલેાકનાથ ભગવંત મહાવીર જન્મ છે, તેથી જ આજના દિવસ પરમ પવિત્ર છે. ખેતી કરે, તેમાં અનાજ આવવાને તે હજુ વાર છે પણ અંકુરા જોઇને ખેડૂત પ્રસન્ન થાય છે, તેમ મહાપુરુષ પ્રગટ થાય ત્યારે જીવાનાં કાળજા કલ્લેાલ કરે; વિબુધ કહેવાતા ઇન્દ્રો ને દેવા મેટા કલશાએ લાવી અભિષેક કરે. જેમ ખેડૂત અકુરામાં જ અનાજ જુએ તેમ આ પારસના જન્મમાં જ પૂર્ણુ પ્રભુતા દેખીને દેવા કલ્લેાલ કરે છે. ઘાસના અંકુરે કાઈ વાડ કરતું નથી. અનાજના અંકુરે જ વાડ હોય છે-તેમ જન્મે છે તેા મધા, પણ પ્રભુના જન્મ વખતે જ દેવતાઓને હર્ષાતિરેક થાય છે–ને અભિષેક કરે છે સાઠ વર્ષોંની ઉમ્મરે પુત્રજન્મ સાંભળે ત્યાં કેવા આનંદાય છે! પુત્ર વિના રહેલું વાંઝીયાપણું દૂર થવાના સયાગ ત્યાં કેટલે આન ંદ? એમ અનતકાળે આ મહાપુરુષના જન્મ સાંભળવા પામીએ છીએ. આત્મ ગુણ પ્રાપ્તિરૂપ પુત્ર વિના રહેલુ આપણુ વાંઝીયાપણું દૂર થવાના સંચાગ આ મહાપુરુષના પ્રતાપે મળ્યે. માટે જ પ્રભુના જન્મદિનને ‘કલ્યાણક' કહેવાય– ‘જયંતી’ શબ્દ રાગદ્વેષમાં રહેલાઓ માટે જ વપરાય. જેમ માતા, હેન, છે।કરી વગેરે જાતની બૈરી જ છે, તેમ છતાં ખૈરી ન જ કહેવાય તેમ ભાનિસ્તા૨ક ત્રિલેાકનાથના જન્મને જયંતી ન કહેવાય. પાંચ કલ્યાણકાળા પ્રભુનું જયંતી તરીકે ગુણુ કીન કરવા ઊભા થનારની ચેાગ્યતામાં દોરવાઈ જતાં પહેલાં ધ્યાનમાં લેવાનું છે કે જય'તી શબ્દ લૌકિક છે, ‘કલ્યાણક' શબ્દ લેાકેાત્તર છે. કલ્યાણકના સ્થાને જય'તી વાપરવું, તે હીરાને સ્થાને ઇમીટેશન ગાઠવવા જેવું છે. આત્માથી જનાએ ભૂલેચૂકે આવી ભૂલ ન કરવી. ગમે તેને સાંભળવા એ લત ભવભીરૂને હાનિકર્તા છે.
કલ્યાણકને અંગે આ. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મ. જણાવે છે કે તમારી જેટલી શક્તિ હાય, તે પ્રમાણે પૂજા, ભક્તિ, આદર, કલ્યાણુકને દિવસે કરવા. તે દિવસે ન થાય અને તે સિવાયના ખીજા દિવસે થાય તા તે પૂજા, ભક્તિ વગેરેને જૈનધમ સાથે લાગતું વળગતુ' નથી.