________________
૧૭૪
પર્વ મહિમા દર્શન
તે દિવસની આરાધનાથી બાકીની આરાધના શાસ્ત્રાનુસારી ગણાય. શંકાકારઃ જગતના ઉદ્ધારની બુદ્ધિ સિવાય તીર્થકર ન બનાય.
હવે સહેજે શંકા થાય કે પ્રભુ મહાવીરના જન્મકલયાણકની આરાધના વિશેષ કેમ? રાષભદેવજી ભગવાન, અજિતનાથજી આદિ સર્વ તીર્થકરે મેક્ષે ગયા, તીર્થો પ્રવર્તાવ્યાં, જગતને તારવાના પ્રયત્ન, સંકલ્પ કર્યા. બધા તીર્થકરો આ સરખી રીતે કરે છે. મહિનાના ૩૦ દિવસમાં બધા દિવસેએ પહોર ફાટે, અરૂણોદય થાય, સૂર્યોદય થાય કે દિવસ ગણાય, તે સિવાય નહિ, તેવી રીતે એક પણ તીર્થકર મહારાજ જગતને તારવાની બુદ્ધિ કે સંકલ્પ સિવાય બની શક્યા નથી. विचित्रं चिन्तयत्यसौ। मोहान्धकारगहने ससारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युञ्चः सत्यस्मिन्धमतेजसि ॥ अहमेतानतः कृच्छाद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।। योगबिन्दुः प्रलो ૨૮૪, ૮૬, ૨૮૬). તીર્થકર નામકર્મ ત્રીજે ભવે નિકાચિત થાય..
આપણે ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચિત થયાનું કહીએ છીએ. તીર્થકર નામકમ કાડાઝાડ સાગરોપમ પહેલાં બાંધેલું હોય છે, (तस्य यत्कृष्टो सागरोपमकोटीकोटिबंधस्थितिः. आव० हरि, पृ. १२०). પરંતુ વાવેલું બીજ વરસાદ વગરની જમીનમાં બળી પણ જાય છે, તેમ આ કર્મ કદાચ તૂટી પણ જાય છે, પરંતુ નિકાચિત તાર્થકર નામકર્મ કે જે ત્રીજે ભવે એટલે તીર્થકરને ભવ પહેલાં દેવ–નારકી, ને તે પહેલાં મનુષ્યભવમાં નિકાચિત કરે છે તે તીર્થકર થયા સિવાય રહે જ નહિ, તેને હાથે તારવા વિરુદ્ધ કે ડૂબાડવાનું બને જ નહિ, ત્યારે શાસ્ત્રકારો કહે છે કે નિકાચિત કર્યું કહેવાય. (વસ તં તુ મrat તામસત્તા નં ૨૮રા નિયમ જુદા ૨૮eી જાવ. નિ.) જેનો વ્યક્તિના પૂજારી કે ગુણના ?
દરેક તીર્થકરેએ તીર્થંકરનામગોત્ર બાંધેલું, ત્રીજા ભવે નિકાચિત કરેલું, તીર્થ સ્થપેલું, તેને રાહ સ્થાપેલ છે. તે પછી તમે ગુણના પૂજારી કે વ્યક્તિના? ગુણના પૂજારી છે તે બધા તીર્થકરોના કલ્યાણક સરખી રીતે આવે છે. જે કે મેરુત્રવેદશી વગેરે આરાધે