________________
ચરમ શાસનપતિ મહાવીર દેવ
૧૭૭
નથી ગણધરે, નથી મન:પર્યવજ્ઞાનીઓ, નથી અવધિજ્ઞાનીઓ, એવી સ્થિતિમાં જેઓએ જિનેશ્વર ભગવાનનું અત્યારે મળતું જ્ઞાન (મૃત) કે જે ત્રાંબયાના વરસાદ જેવું છે, તેમાં આત્મા સંસ્કારિત કર્યા હશે તેવાઓ ત્યારે હીરા, મેતીના વરસાદ વખતે ઝીલવા તૈયાર થશે, પણ જેઓ અત્યારે નહિ ઝીલે તેઓને તે તે ભવાંતરમાં તીર્થંકર પ્રભુને સગ છતાં ધર્મપ્રાપ્તિને સંભવ નથી. સુષમકાળ કરતાં દુઃખમાકાળમાં પ્રભુશાસન મળ્યું તે લાભદાયક છે.
હે ભગવન્! સુષમાકાલ કરતાં દુઃષમાકાળમાં શાસન મળ્યું તે ખરેખર ફળવાળું છે, (જો કે અપમાન માટે કે અવજ્ઞા માટે નહિ પણ) સુષમાકાળમાં આપ, આપ જેવા કેવલી, ગણધરે વગેરે લાઈફ દરિયામાં હતી, તેથી કાંઈ..... ડૂબવાને ભય ન હતું, તે વખતે તીર્થકરોને પ્રતિબંધ લાગે તે કલ્યાણની વાત, નહિ તે કેવલી આદિને ઉપદેશ લાગી જાય. તળાવમાં સાંકળે નાખનાર તીર્થકરે.
જે તળાવમાં જગ્યાએ જગ્યાએ સાંકળ નાંખી છે ત્યાં ડૂબ વાને ભય નથી. ત્યાં તરી જવું એમાં અધિકતા નથી. આથી તીર્થકરોની જરૂરિયાત એ છી નદી સાંકળે તે એમણે જ નાખી હતી, તેમનાથી જ કેવળી આદિ ઉપન થાય છે, તત્વજ્ઞ સાંકળ નાખનારને જ દેખે, બચનાર સાંકળને જ દેખે, તેથી અધિકતા છે. એક સાંકળ છતાં સાંકળ મળે તે ભાગ્યશાળીપણથી જ
તળાવમાં એક જ સાંકળ હોય, ને પાછું તળાવ ઘેર જાનવરથી ભરેલું હોય, ત્યાં તે વખતે સાંકળ હાથમાં આવી ને બચવું કેટલું મુશ્કેલ છે? તેવી રીતે દુષમકાળમાં (વિષમ કાળમાં) કોઈ તીર્થકર, કેવળી, આદિ નથી, અને તમારા શાસ્ત્રની સાંકળ મળી ગઈ. જે વખતે ચારે બાજુ જાનવરે ઘુઘવાટા કરી રહ્યા છે. દુષમકાળમાં મિથ્યાત્વને પાર નથી, તીર્થકરના સમયમાં શાલક, જમાલિ, ગણ્યાગાંઠ્યા હતા, પણ અહીં “વરસના મહિના બાર ને પાંખડી તેર”, તેવા વખતમાં
૨-૧૨