________________
૧૭૦
પર્વ મહિમા દર્શને
ઝેરીલા પંચેન્દ્રિયની હત્યા કરનારા એવાને પણ આરાધના કરાવવી તે કર્તવ્ય ગણ્યું. તેવી બીજાની આરાધના માટે કેટલા કટિબદ્ધ થાય? દયાના દુશ્મનોએ લેવું જોઈતું દયાનું દષ્ટાંત.
ભગવાન મુનિસુવ્રતવામી ૬૦ જેજન રાતેરાત ચાલી આવ્યા. એકની આરાધના માટે મનુષ્ય કેટલું કરી છૂટવું જોઈએ? સાપ સરખા માટે આરાધનાની સંભાવના કરે છે, તે વિચારવાનું છે. અગ્નિ કરતાં પાણીને ઉપદ્રવ ભયંકર છે.
તે ધરણેન્દ્ર બને છે. કાઉસગ્ગ ધ્યાને પાર્શ્વનાથજી રહ્યા છે. બિનગુનેગાર એ જીવ છેડી નીકળે છે, તે વખતે પણ ઉપદ્રવ અગ્નિ કરતાં પાણીનો ઉપદ્રવ ભયંકર છે. અગ્નિને ઓલવવાનું અને તેનાથી ખસવાનું સ્થાન છે. પાણીને ઉપદ્રવ એવે કે ખસવાને, નાશવાને ઉપાય નહિ; તે માટે નીતિકારોએ એ ઉપદ્રવ ભયંકર ગયો છે. કમને ઉપસર્ગ.
તે ઉપદ્રવ અહીં કરે છે. વિચારે! પાણી વરસાવે છે. ભગવાન કાઉસ્સગ્ય ધ્યાનમાં છે. પાણીની સૂંઢ ભલભલા સજરને ભારે પડે છે. એ સુંઢનો મારો કાયરને હેરાન કરવા માટે કરાય છે, તેમ ભગવાનને હેરાન કરવા માટે વરસાદ શરૂ કર્યો. લશ્કરને આગળ વધવું–બેજિયમને આગળ વધવું મુશ્કેલ પડ્યું. અડગ સમતા.
પાર્શ્વનાથજીને નાક સુધી પાણી આવે છે તે પણ સમતામાં રહ્યા છે. આવા વરસાદનાં છાંટણું આગળ પણ સમતાને ભંગ થતું નથી, કાઉસ્સગ્નને ભંગ થતું નથી. પાર્શ્વનાથ ભગવાનની પહેલા ભવની સમતા અને છેલ્લા ભવની સમતા–તે ધ્યાનમાં રાખીએ તો તે સમતાને સાગર. એ મહાપુરુષ જે સમતા રાખે છે તે દુનિયાની અપેક્ષાએ ગેબી છે. તેમ મદદ પણ ગેબી હાજર જ હોય છે. મદદે. કોણ આવે છે? કયે? ઝેરીલે. ૧૮ પાપ સ્થાનકીઓ, કેમ ? એ જ જીવ કે જે નાગ, લાકડામાંથી બચાવ્યું હતું, જે પંચેન્દ્રિયની હત્યા કરનારા ગણતા હતા. આરાધના પામેલ એ જ જીવ.