________________
પદ્મ
મહિમા દન
૧૩૨
માટે જ કહેવામાં આવી છે અને કરવામાં આવે છે અને જેવી રીતે અહેારાત્ર ચર્ચા વગેરે આત્માની દૃષ્ટિએ અને કેવલ મેક્ષની પ્રાપ્તિ માટે કહેવામાં આવી છે અને કરવામાં આવે છે. તેવીજ રીતે જ્ઞાનપંચમી આદિ પર્વોની આરાધના પણ જૈનશાસનમાં આત્માની ષ્ટિએ અને મેાક્ષની પ્રાપ્તિ માટે જ છે. આ રીતિની સાથે જૈન શાસનમાં તહેવારો પણ આત્મની દૃષ્ટિએ અને મોક્ષપ્રાપ્તિ માટે જણાવવામાં આવેલાં છે.
શાસ્ત્રોમાં જણાવેલા તહેવારામાં મૌન એકાદશી નામને તહેવાર કઈક જુદી રીતે જ વવવામાં આવેલે છે. જ્ઞાનપંચમી આદિ તહેવારોની ઉત્પત્તિ અને તેની પ્રવૃત્તિ જ્યારે જ્ઞાનાદિકની વિરાધનાથી થયેલાં દુઃખે અને અંતરાયા દૂર કરવા માટે થયેલી છે, ત્યારે આ મૌન એકાદશીના આવિર્ભાવ ત્રણ ખંડના માલિક ક્ષાયિકસમ્યક્ત્વને ધારણ કરનાર મહારાજા કૃષ્ણજીને અંગે થએલા છે. હકીકત એવી છે કે– મહારાજા કૃષ્ણ જરાસંઘના ભયથી મથુરા અને વ્રુન્દ્રાવન જેવા અસલ નિવાસસ્થાનાને છોડી દઇને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવ્યા અને લવણુસમુદ્રના અધિષ્ઠાતા દેવતાની આરાધના કરી (વ્હાલ કોડીનાર નામે ગામ છે.) ત્યાં દેવલેાકેાને ટક્કર મારે એવી દ્વારિકાનગરી વસાવવાને માટે શક્તિસ`પન્ન થયા.
પછીથી તે દ્વારિકાનગરીની દિનપ્રતિદિન જાહેાજલાલી વધતી જ ચાલી, તે દ્વારિકાનગરીની એ રીતે વૃદ્ધિ દેખાવા સાથે તે દ્વારિકાનગરીના નાશની કલ્પના કોઇપણ પ્રકારે બુદ્ધિમાં આવી શકે તેવી નહેાતી, અને તે ન આવવાથી ભગવાન શ્રી નેમનાથજી મઢુારાજ પાસે તે દ્વારિકાનગરીના નાશને પ્રશ્ન શ્રી કૃષ્ણમહારાજ તરફથી થયેા. જગતમાં જાણવામાં આવેલે ગ્રડુ જેમ પીડા ન કરી શકે તેવી રીતે દ્વારિકાનગરીના નાશનાં કારણેા જાણવામાં આવે તે તેને હું વિરોધ કરી શકું. એ ધારણાથી કરેલા દ્વારિકાના નાશના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન નેમનાથજી મહારાજે દારૂ, દ્વૈપાયનઋષિ અને શાંખકુમા૨ વગેરેના ઇતિહાસને જે ભવિષ્યમાં બનવાવાળા હતા તે જણાવ્યેા. એ ઇતિહાસને સાંભળી કૃષ્ણમહારાજે સંસારની અનિત્યતા જાણીને પાતાના સમગ્રદેશમાં