________________
જ્ઞાનપંચમી દેશના
૭૧.
તે ગ્રંથે સહ બહાર મૂક્યાં અને તેના દર્શન કર્યા એટલે જ તમે કાર્યની પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા છે એમ માની લેશે નહિ. જ્ઞાનની પૂર્ણ આરાધને તો હજી બાકી જ છે. ચંદરવાપુંઠીયાની સુશોભિતતા અને ઉપગીતા સાથે તમારે અંદરના પુસ્તકોની પણ સંભાળ રાખવાની છે, તેવી દરકાર કેટલા રાખે છે અને કેવી રીતે રાખે છે તેને વિચાર કરે ! પુસ્તકની ખાવી જોઈતી કાળજી
ચંદરવાપુંઠીયાની દરકાર સાથે અંદરના પુસ્તકની પણ કાળજી રાખી તે સુધર્યા છે કે બગડયાં છે, તે પણ તમારે જોવાની જરૂર છે. જે જ્ઞાનને પ્રતાપે જૈન શાસન ઉજજવલ છે, તે જ્ઞાનના પ્રતિબિંબ સમા ગ્રંથની પૂરેપૂરી કાળજી તમારે રાખવાની છે. વરને (જ્ઞાનને) વિસરી જાએ છે અને
જાનૈયા (ચંદરવાદિ) જમાડે છે ! ગ્રંથે અને ચંદરવાપુંઠીયાની કાળજી સાથે એક ડગલું આગળ. વધે. લગ્નને દહાડે તમારી ટેવ છે કે તમે વરરાજાને ભૂખે મારે છે અને સાથે આવેલા જાનૈયાએ માલમલિદા ઝાપટી જાય છે. અહીં પણ તમે તે જ સ્થિતિનું દર્શન કરાવે છે. અહીં જ્ઞાન એ વર છે અને ચંદરવાપુંઠીયા એ તેના જાનૈયા છે. તમે જાનૈયાને જમાડે છે અને વરને વિસરી જાઓ છે ! ચંદરવાપુંઠીયાની સંભાળ લીધી, પરંતુ જ્ઞાનના ફેલાવા માટે તમે શું કર્યું?
એથી એમ ન સમજશે કે ચંદરવાકુંઠીયા જેવાની જરૂર જ નથી અલબત્ત એની પૂરતી સંભાળ રાખવી, જૂની અને નષ્ટ થતી પ્રતાની નવી પ્રતે તૈયાર કરાવવી, જ્ઞાનના પુસ્તકને પ્રચાર કરે, પુરતક પ્રચારની શાસનાનુકૂળ સઘળી પ્રવૃત્તિ કરવી એ ઈષ્ટ છે અને તે તમારી ફરજ પણ છે, પરંતુ એ સઘળે જાનૈયાને જમાડવાને વ્યાપાર છે. વરરૂપી જ્ઞાનની સંભાળ પણ તમારે રાખવાની છે, તે તમે શી રીતે રાખે છે તે વિચારી જુઓ. જ્ઞાનને ફેલાવે, ઉદ્ધાર અને વધારાના પ્રશ્નો.
તમે જ્ઞાનના ફેલાવા માટે શું કર્યું છે. જ્ઞાનને ઉદ્ધાર કેટલે કર્યો? જ્ઞાનમાં વધારે કેટલે કર્યો ? આ ત્રણ પ્રશ્ન વિચારે. પહેલાં તે