________________
વિમળાચળ ગિરિરાજની વર્ષગાંઠની વિશિષ્ટતાઓ
૧૪૩ સાથે મુક્તિ પામ્યા, તેને અંગે સ્થપાએલું આ વિમળાચળ તીર્થ જ પહેલા નંબરે છે..
ભાવતીર્થકર કરતાં પણ દ્રવ્યતીર્થની પ્રબળતા ગણવાનું જે કોઈને પણ અગે બન્યું હોય તો આ પરમ પવિત્ર ગિરિરાજ વિમળાચળજીને અંગે જ.
ચકવર્તી અને બીજા પણ અનેક રાજા, મહારાજાઓએ ઉદ્ધાર કર્યા એવું પવિત્ર તીર્થ તે આ વિમળાચળજી જ.
જેના ઈએ અને દેવતાઓએ પણ ઉદ્ધાર કરેલા હોય એવું તીર્થ ફકત આ વિમળાચળજી જ. વિમળાચળ ગિરિરાજની વર્ષગાંઠની વિશિષ્ટતાઓ
લાખો અને કરડે (કેટલાક સ્વછંદ કલ્પનાવાળાઓ શાસ્ત્રથી નિરપેક્ષ અને શાસ્ત્ર વિરુદ્ધપણે કોડની સંખ્યા પર કેડી કે એવી કઈ સંખ્યા ગોઠવી દેવા માગે છે. તેઓના વચન શાસાનુસારીને તો માનવાના હોય જ નહિ)ની સંખ્યામાં મુનિમહારાજાઓએ તથા સાદેવીઓએ જે મોક્ષપ્રદ મેળવેલાં હોય છે તેવું રથાન આ વિમળાચળજી. (પ્રતરગણિતની અપેક્ષાએ શાસ્ત્રમાં જણાવેલી સંખ્યાને સમાવેશ કરવામાં કોઈ જાતની અડચણ આવે તેમ નથી, પણ પુરુષપરંપરા ઉપર વિચાર કરાય તે પણ લાંબા કાળને અંગે શાસ્ત્રોક્ત સંખ્યામાં અડચણ આવે તેમ નથી. આવા હેતુથી કેટલીક સૂત્રોક્ત અને ગ્રંથક્ત સંખ્યામાં ફેર પડે તે શ્રદ્ધાળુઓને શ્રદ્ધા કરવામાં અડચણ આવે તેમ નથી.) | સર્વકાળમાં પોતાના આકારે નિયમિત રહેવાવાળું તીર્થ હેય તે તે ફક્ત આ વિમળાચળજી.
પાંચ પાંડે, શુકરાજા, ચંદ્રશેખર વિગેરેને જબરદસ્ત કાર્ય સિદ્ધિ આપનાર હોય તે તે આ જ તીર્થરાજ.
આવા પવિત્રતમ ગિરિરાજ શ્રી વિમળાચળની જે છેલ્લી પ્રતિષ્ઠા ૨.સી ગચ્છના આચાર્યોને મેળવી, સર્વની સંમતિથી કમશાહે કરાવી, અને જે પ્રતિષ્ઠાની વર્ષગાંઠ શ્રી સિદ્ધાચલજી અને અને બીજે રથાને ઉજવાય છે, તે ઉજવણ મહિમા ભવ્યજીએ ખ્યાલમાં રાખવે.