________________
એકાદશી મૌન
૧૫૯ ,
પણ આજ સુધી ગંભીરતા રાખી વાત નથી કરી. નેહી, હિતાવીએ એક બીજા પ્રત્યે વિશ્વાસ હોય છે, પરંતુ સંધ્યાના રાગ માફક સ્નેહ એક સરખો કાયમ ટકી રહેતું નથી. રંગમાં ભંગ ક્યારે પડે છે ? તેને નિર્ણય નથી.
એક વખત બ્રાહ્મણ અને રજપૂતાણને ગમે તે કારણે અણુ બનાવ થયે અને વાત ત્યાં સુધી વધી ગઈ કે એક બીજા ની બેલી શકાય તેવા શબ્દોથી ઘાંટા પાડીને લડવા લાગ્યા. રજપૂતાણી વાળ છૂટા મુકી આવેશમાં બ્રાહ્મણના ઘરના ઓટલા પાસે આવી ખૂબ બૂમબરાડા પાડી લડવા લાગી. રજપૂતાણીને ભયથી બ્રાહ્મણ ઘરમાં પસી ગઈ અને ભય લાગ્યું કે રખેને તકરારમાં પિલી દારૂ પીધાની વાત બેલી નાખશે તે? તે તે તેને માટે જીવનમરણને સવાલ છે. આ વખતે રજપૂતાણું પણ સમજી ગઈ કે હવે તે ગભરાઈ છે, એટલે તાડૂકીને કહ્યું કે સાચી હોય તે બહાર નીકળ, બ્રાહ્મણી? ઘરમાં શું ભરાઈ ગઈ ! એ તે જે કહેવાતું હશે તે કહેવાશે જ ! આમ છતાં રજપૂતાણે સ્ત્રી જાત છતાં જે વાત ગુપ્ત રાખવા માટે આગળ કહેલું તે જાહેરમાં બોલી નથી, પણ ગંભીરતા રાખી.
આવી સ્ત્રીઓ પણ વચન ઉપર કાબુ વ્યવહારમાં રાખી શકે છે. તે પછી આપણે તે મન-વચન-કાયા ત્રણેને પવનારા તે કયાણ માટે વચન ઉપર કેમ સ્વાભાવિક–સહેજ કાબુ ન મેળવી શકીએ?
વચનમાં અપશબ્દ બોલવાની ટેવ ન પડે. સારા જ શબ્દો બોલવાની ટેવ પાડવી જોઈએ. એ માટે કુંભારણ જેવી ગામડીયણ બાઈનું એક નાનકડું દષ્ટાંત આપણને ઉપયોગી છે.
શહેરમાં મેળે ભરાવાને હતે. નજીકના ગામડામાંથી કુંભારણ ગધેડી ઉપર માટીનાં વાસણો ભરીને શહેર તરફ જાય છે. લગીર સમય થઈ ગયે છે. એટલે ગધેડીને લાકડી મારતી જાય છે, અને ચાલ બેન, ચાલ ચાલ બેન, ચાલ” આમ બોલતી જાય છે. જોડે ચાલનાર મુસાફરને નવાઈ લાગી કે ગધેડીને મારતી જાય છે અને બેન કહીને બોલાવે છે. એટલે કુંભારણને પરમાર્થ પૂછે કે આમ, વિરોધી વર્તન કેમ કરે છે ? કુંભારણું કહ્યું કે હું મેળામાં પહોંચીશ