________________
૧૫૮
પર્વ મહિમા દર્શન આ વચનપ્રવૃત્તિથી તે થઈ, છતાં કર્મને છેડે એટલે ભવે ન આવ્યું. તીર્થંકરના ભાવમાં પણ હલકા કુળમાં ઉપજવાને વેગ અ. “મન” શબ્દ ચૂપ રહેવાના અર્થમાં વપરાય છે. અને મૌન એકાદશીનું પર્વ કે તહેવાર, તે જ અપેક્ષાએ છે. મન વ્રતને ધારણ કરનારા સુવ્રત શેઠને મીનથી કેટલે લાભ થયે તે વિચારી લે.
દુનિયાના વ્યવહારમાં પણ વચન ઉપર કાબુ રાખ્યા સિવાય સંસારમાં નભાવી શકાતું નથી, તેમાં કેટલીક વખત સ્ત્રી જેવી જાત કે જેના માટે એવી કહેવત છે કે, “જીવતી માખી પેટમાં ટકે તે સ્ત્રીના પેટમાં ગુપ્ત વાત ટકે.” અર્થાત્ સ્ત્રીના પેટમાં કોઈ પણ વાત ટકવી મુશ્કેલ છે. તે બીજાને ન કહે ત્યાં સુધી તેને શાંતિ ન વળે. છતાં કેટલીક સ્ત્રીઓ કેવા સંગમાં પણ ગંભીરતા અને વચન ઉપર કાબુ રાખી શકે છે, તે માટેનું એક ઉદાહરણ જાણવા જેવું છે. રજપૂતાણીની ગંભીરતા અને કુંભારણની કે મળતા.
એક ગામમાં એક રજપૂતાણીની પડોશમાં એક બ્રાહ્મણનું કુટુંબ હતું. તે બ્રાહ્મણી સાથે રજપૂતાણીને સારે બનાવ છે; એક બીજા પરસ્પર સુખ દુઃખની વાત કરી વિશ્વાસુ બની ગયા છે અને બહેનપણી તરીકેનો વર્તાવ રાખે છે. બ્રાહ્મણને કઈ સમયે ગર્ભ રહ્યો. તેના પ્રભાવથી બ્રાહ્મણને દારૂ પીવાને દેહલે થયે. દોહિલે પૂરે નથી થતું તેથી બ્રાહ્મણીનું શરીર દિન પ્રતિદિન દુર્બલ પડવા લાગ્યું. રજપૂતાણીએ કારણ પૂછ્યું. પણ દહલાની વાત બ્રાહ્મણીથી શી રીતે બેલાય? બ્રાહ્મણની જાતને આ દોહેલે થાય તે વાત બહાર પ્રગટ તે કરી શકાય નહિ. છતાં રજપૂતાણ વારંવાર નેહથી આગ્રહથી–પૂછયા કરે છે. બ્રાહ્મણીથી બેલી શકાતું નથી,
છેવટે ખાત્રી આપી કે “ગમે તેવી વાત હશે. મારા પર વિશ્વાસ રાખ. કદાપિ કોઈને તે વાત કરીશ નહીં.” એમ વિશ્વાસ પામવાથી દેહલાની હકીકત કહી. દોહલો પૂરે ન કરે તે ગર્ભ અને બ્રાહ્મણીના જીવનને સંદેહ છે, જેથી ગુપ્તપણે રજપૂતાણીએ પિતાના ઘરમાં દારૂ પાઈ દોહિલે પૂર્ણ કર્યો. ત્યારપછી શરીર સુધરવા લાગ્યું. બ્રાહ્મણને પુત્ર થયે. એમ કરતાં વરસો વીતી ગયાં. અને રજપૂતાણએ કોઈને