________________
૧૫૬
પવ મહિમા દર્શન પ્રાણીઓ પિતાના આત્માને ઉદ્ધાર કરવા તૈયાર થયા. તેવા વખતમાં કૃષ્ણ મહારાજને પિતાના આત્માના ઉદ્ધારની પણ ચિંતા ઝળહળતી થઈ કૃણવાસુદેવને ભગવાન નેમનાથજી મહારાજે આ માર્ગશીર્ષ શુકલા એકાદશીની આરાધનાને ઉપદેશ કર્યો, અને આ મૌન એકાદશીની આરાધના સુવ્રતનામના શેઠે કેવી અદ્વિતીય રીતે કરી હતી તે સવિસ્તર * જણાવ્યું.
ધ્યાન રાખવું કે જૈનશાસનમાં ચોવીશે તીર્થકર મહારાજના શાસને આત્મદષ્ટિએ મોક્ષની પ્રાપ્તિ માટે જ જાયેલાં છે, અને તેથી જ અન્ય અન્ય શાસનમાં પ્રર્વતેલા તહેવારે અને પર્વો પણ - અન્ય શાસનમાં પ્રવર્તે છે. જેવી રીતે પરમ પવિત્ર સકલતીર્થમાં શિરોમણિરૂપ સિદ્ધગિરિજીને મહિમા ભગવાન રૂષભદેવજી મહારાજના શાસનથી પ્રવર્તે છે. છતાં પૂર્વે અને વર્તમાન ચોવીશીમાંના સર્વ તીર્થકરોના શાસનમાં તે મહિમા ચાલે, વળી હિણી તપને મહિમા ભગવાન વાસુપૂજ્યના શાસનમાં પ્રગટ થયેલે છતાં બધા શાસનમાં ચાલુ રહ્યો. તેવી રીતે ભગવાન નેમનાથજી મહારાજના શાસનમાં પ્રગટ થયેલી મૌન એકાદશી હતી. છતાં તેને મહિમા ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં પણ પ્રવર્તે છે.
શામાં કોઈ પણ તીર્થંકર મહારાજના જન્માદિક કલ્યાણ કેમાંથી કલ્યાણકવાળા દિવસે પવિત્ર તરીકે માનવામાં આવે છે, તે પછી આ મનિએકાદશીને દિવસ જે ત્રણે કાળના દશે ક્ષેત્રના કલ્યાણકો - એકઠા કરવાથી દોઢ કલ્યાણક થાય છે તે કેમ પવિત્ર ન ગણાય ? ગણાય જ. ધ્યાન રાખવું કે બાકીની તેવીશ અગીયારસેને દિવસે જ્યારે માત્ર દોઢ કલ્યાણકો સર્વક્ષેત્રના આવે છે. ત્યારે આ મૌન એકાદશી જેવી એકલી એક પવિત્ર તિથિમાં જ દોઢસે કલ્યાણક આવે છે. આ કારણથી જૈનલેકેમાં વનિત' ચાલે છે કે મૌન એકાદશીનું જે ધર્મ કાર્ય તે એક છતાં પણ દેઢ ગુણુ કરીને દેવાવાળું છે.
પ્રભુ પાસે આ એકાદશીની હકીકત ધ્યાનમાં લઈને ધર્મદેશના સાંભળી કૃષ્ણ મહારાજે પ્રભુને કહ્યું કે “હે ભગવાન ! હું અહર્નિશ રાજ્ય કાર્યમાં વ્યગ્ર રહેવાથી નિરંતર ધર્મ કરી શક્તા નથી. માટે છે