________________
એકાદશી મૌન
૧૫૭'
જ્ઞાની ભગવંત! વર્ષમાં એક એવે ઉત્તમ દિવસ બતાવે કે જેથી મને. ઘણો લાભ થાય.” ભગવંતે કહ્યું કે “હે કૃષ્ણ! માર્ગશીર્ષ માસની. શુકલ એકાદશીની આરાધના કરવાથી તે દિવસે વર્તમાન વીશીના ત્રણ તીર્થકરના બધાં મળી પાંચ કલ્યાણક થાય છે તે વિષે કહ્યું છે કે –
अस्यां चक्रिपदं हित्वाऽग्रहीदरजिना व्रतं । जन्मदीक्षां च स सज्ज्ञानं, मल्लीज्ञानं; नमीश्वरः ॥
આ એકાદશીને દિવસે શ્રી અરનાથ પ્રભુએ ચકવરીપણું છેડીને. ચારિત્ર અંગીકાર કર્યું હતું. અને શ્રી મલ્લીનાથ પ્રભુને જન્મ, દીક્ષાઅને કેવલજ્ઞાન ત્રણ કલ્યાણક થયાં હતાં, અને શ્રી નેમનાથ પ્રભુનુ. કેવલજ્ઞાન કલ્યાણક હતું. એક દિવસે પાંચ ભરત-પાંચ અરવતમાં ત્રણ ત્રણ તીર્થકરોના મળીને પાંચ પાંચ કલ્યાણક થવાથી ૫૦ કલ્યાણક થયા. છે. તેમજ અતીત-અનાગત અને વર્તમાન એમ ત્રણ માળના મળી ૧૫૦, એકસો ને પચાસ કલ્યાણકે. ત્રણ ચોવીસીમાં મળી નેવું તીર્થકરના ૧૫૦ કલ્યાણક થયાં છે. તેથી આ દિવસે તપ-જપ-આરાધના કરવાથી ૧૫૦ ગણું ફળ મળે, માટે સૌથી શ્રેષ્ઠ ઉત્તમ દિવસ છે. આ પ્રમાણે, લોકોત્તર ફળ આપનારું મૌન એકાદશીનું વર્ણન શ્રી નેમિનાથ પ્રભુના મુખેથી સાંભળીને કૃષ્ણ મહારાજે ફરીથી પૂછ્યું કે “હે સ્વામિન્ !. એકાદશીનું આરાધન પૂર્વે કોણે કર્યું હતું ?” ત્યારે પ્રભુએ કહ્યું કે સુવ્રત શેઠે કે જેનું (ઉ. પ્રા. વ્યા. ૨૫૧) દષ્ટાન્ત પ્રસિદ્ધ છે.
विधिना मार्गशीर्षस्यैकादश्यां धर्ममाचरेत् । य एकादशभिवरचिरात् स शिवं भजेत् ॥१॥
જે પુરુષ માર્ગશીર્ષ શુકલ એકાદશીને દિવસે વિધિપૂર્વક અગિયાર વર્ષ સુધી એકાદશી આરાધના કરે છે, તે આરાધનાથી ટૂંક સમયમાં ઘણું ફળ મેળવી શકે છે. મૌન એકાદશી પર્વનું યેય.
દરેક મહિને અગિયારશ તે આરાધાય છે અને આ માગશર સુદિ એકાદશી વર્ષમાં એક વાર, તેથી એ એકાદશી પર્વ પણ ગણાય. મૌન એકાદશી મુખ્ય કારણુથી ઊભી થઈ છે. મને એકાદશી પર્વનું ધ્યેય મૌન છે. પ્રશ્ન થશે કે મન કે કાયાના યેગને રોકવા પર્વ ન રાખ્યું, અને વચન ભેગને રોકવા પર્વ કેમ રાખ્યું?