________________
૧૪૨
પર્વ મહિમા દર્શન ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના તીર્થનું આલંબન લીધા સિવાય અતીર્થ સિદ્ધપણે પણ સિદ્ધ થયેલા અનંતા છે. સ્વયં બુદ્ધ કે પ્રત્યેકબુદ્ધ સિદ્ધપણે પણ અનંત જીવે સિદ્ધ થયેલા છે, તો પછી શું વિચારક પુરુષે અનાર્યક્ષેત્રને મેક્ષની ભૂમિ તરીકે ગણવું ? ત્રિલેકનાથ તીર્થકર ભગવાને સ્થાપેલા તીર્યને સંસારસમુદ્રથી તારનાર તીર્થને શું તારનાર તીર્થ તરીકે ન ગણવું? અને ધર્મને યથાર્થ સ્વરૂપને ધ્યાનમાં રાખીને ધર્મદેશનાની ધારાને અખંડપણે વરસાવતા આચાર્ય ભગવાનને શું તારક તરીકે ન ગણવા? અર્થાત્ જેમ અનાર્યક્ષેત્રાદિમાં થતી સિદ્ધિની અલ્પતા તે આયક્ષેત્રાદિકની સિદ્ધિની મહત્તાને બાધ કરનાર નથી, અને તેથી સિદ્ધિમાના સાધન તરીકે આ ક્ષેત્રાદિની મહત્તા જ આગળ કરવામાં આવે છે, અને તેમ કરવું એગ્ય જ છે, તે પછી પરમ પવિત્ર ગિરિરાજ શ્રી વિમળાચલની વિશિષ્ટતા જણાવતાં અનંત જીવેની સિદ્ધિના કારણ તરીકે તેની વિશિષ્ટતા જણાવાય તેમાં કોઈ પ્રકારે પણ આશ્ચર્ય નથી.
સામાન્ય રીતે અકારણ કે અપકારણનું કથંચિત કાર્ય કરનારપણું થઈ પણ જાય તો પણ તે દ્વારાએ કારણકાર્યભાવને વ્યવહાર જગતમાં પ્રવર્તત નથી, પણ જે કારણથી ઘણી વખત નિયમિતપણે કાર્ય બને છે તેવા કારણને જ કાર્ય કરનાર તરીકે ગણવામાં આવે છે, અને આ જ કારણથી લક્ષ્મી પ્રાપ્તિને હેતુ વ્યાપાર ગણવામાં આવે છે, પણ માટીની ખાણ
દવાથી કેઈ વખત નિધાન દ્વારાએ લમી મળે છે તે પણ તે ખાણના
દવાને લહમીપ્રાપ્તિના ઉપાય તરીકે ગણવામાં આવતું નથી, તેવી રીતે ઠેસ લાગવાથી ઉખડેલી ઈંટના પ્રતાપે દેખવામાં આવેલી મહોરેવાળી હકીકત સત્ય છતાં પણ ઠેસ કે ઈટના ઉછળવાને મહોરપ્રાપ્તિના કારણ તરીકે કોઈપણ સમજુ મનુષ્ય ગણવાને તૈયાર થતા નથી, તેવી રીતે અહીં પણ પવિત્ર ગિરિરાજ શ્રી વિમળાચળ સિવાયના સ્થાનક સિદ્ધિ પ્રાપ્તિના કારણ તરીકે ગણાય નહિ, પણ આ ગિરિરાજ શ્રી વિમળાચળજીને જ અનંત સિદ્ધિના કારણ તરીકે ગણે આરાધવાયેગ્ય ગણી શકીએ
આ ભારતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પહેલવહેલું કોઈપણ સ્થાવર તીર્થ સ્થપાયું હોય તે શ્રી પુંડરિક સ્વામી ગણધર પોતાના પરિવાર