________________
ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન
૧૧૯ ગિરિરાજ ઉપર જેડા પહેરીને કે પહેરાવીને જવું તે કોઈ પણ જૈનને શોભાસ્પદ નથી, વળી સમવસરણાદિ વિશાળ પ્રદેશે દેખવામાં આવે ત્યાંથી જોડા આદિને છેડવાનું અભિગમના નામે શાસ્ત્રકારો ફરમાવે છે, તે સમવસરણ ભૂમિ કરતાં પવિત્રતમ શ્રી સિદ્ધાચલજી ઉપર જેડા પહેરી જવાનું શાસ્ત્ર કે ધર્મની શ્રદ્ધાવાળાથી તે બને જ કેમ?
આવા મહાન તારક ગિરિરાજ ઉપર ચા, દૂધ દહીં, પેંડા, ગાંઠીયા, ચેવડે, મીઠાઈ જેઓ ખાય છે, ખવડાવે છે, તેઓએ બહુ વિચારવું જોઈએ. અન્ય સ્થાને ભગવાનના મંદિરમાં દૂધ, દહીં પંડા વિ. જે ખાવામાં આવ્યું હોય તો તેમાં પાપ લાગે છે, તે તેના કરતાં અધિક પાપ આ ગિરિરાજ ઉપર દૂધ, દહીં, પેંડા, વગેરે ખાનારને લાગે છે. તેમ જ ઉપર લઘુનિતિ-વડીનિતિ કે ઘૂંકવું ન જોઈએ, કારણ કે આથી મહાન આશાતના થાય છે,
ગિરિરાજને ભેટવા આવતા યાત્રિકે કેટલીક વખત દયાના નામે અજાણપણે ભયંકર આશાતનાઓ ઊભી કરે છે, અગર ઉત્તેજન આપે છે. અનુકંપા તરીકે દેવાને કોઈ નિષેધ કરતું નથી, પરંતુ ગિરિરાજ ઉપર જે અનુકંપા દાનની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું પરિણામ એ આવે છે કે ગિરિરાજ ઉપર વાઘરીયાચક વગેરે તમારી પાસે દાન લેવા આવીને બેસે છે, ઝાડો-પેસાબ વગેરે કરી આશાતના કરે છે. જે આશાતનાનું કારણ હોય છે તે માત્ર ગિરિરાજ ઉપર અનુકંપાએ પિસા આપે છે તે છે. ડુંગરે શબ્દ કહેનારાઓને ?
યાત્રિકોએ યાદ રાખવું કે શ્રી સિદ્ધાચલજીને અને શાસ્ત્રને માનનારે તેને ગિરિરાજ કહે છે, પણ ગિરિરાજને સમજણ વગર ડુંગર શબ્દ કહેનારે તે ભગવાનની પ્રતિમાને પથ્થર કહેનારા ડુંગાના. ભાઈઓ જેવા કાં ન ગણાય? માટે ભૂલેચૂકે પણ આ ગિરિરાજ માટે ડુંગર શબ્દ વાપરે તે એગ્ય નથી. અંતમાં ભાવિ યાત્રિકોએ ગિરિરાજની આશાતનાથી બચી તેની ભક્તિમાં લીન અને તીવ્રરસ ઉત્પન્ન કરવાવાળા બનવું.
ચાર હત્યા કરનારા, દેવદ્રવ્યની ચોરી કરનાર અને દુનિયામાં ગણાતા મેટા પાપ કરનાર આ તીર્થના પ્રભાવથી પાપમુક્ત બની