________________
૧૨૦
પર્વ મહિમા દર્શન મુક્તિ પામ્યા છે અને પામશે. ઈન્દ્ર મહારાજાને શ્રી સીમંધરસ્વામિજી કહે છે કે-પંદરે ક્ષેત્રમાં, ત્રણ ભુવનમાં આવું મહાન તીર્થ હોય તે . આ એક જ છે. જે ભવ્યાત્માએ આ તીર્થની એક વખત સ્પર્શના કરી નથી, તેને ગર્ભવાસ હજુ છૂટેલે ગણતે નથી. એવા ગિરિરાજની યાત્રાના દિવસે પટદર્શન કરીને પણ ભારતભરના તમામ જૈનસંઘે પિતાના આત્માને કૃતાર્થ સમજે છે. આ ગિરનારજી આદિ તીર્થોની યાત્રા ચતુર્વિધ શ્રીસંઘ સાથે ભાગ્યશાળી છ’રી પાળ યાત્રાસંઘ કાઢી તીર્થકર નામકર્મ સુધીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે અને કરે છે.
આવા અસીમ મહિમાવાળા અને પ્રભાવશાળી ગિરિરાજની યાત્રાને પવિત્રતમ મેટામાં મોટો દિવસ તે આ જ કાર્તિકી પૂર્ણિમાને છે, માટે સર્વ ભવ્ય એ પવિત્રતમ ગિરિરાજની આરાધના માટે આ દિવસની પવિત્ર યાત્રા સાથે આરાધના કરવા કટિબદ્ધ થવું જોઈએ. ;
ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન. સાધર્મિક ભક્તિ.
મેસાણા. સં. ૧૯૯૧ કારતક વદિ ૧ ને ગુરૂવાર साधमिवत्सले पुण्यं, यद्भवेत्तद्वचोऽतिगं ॥ धन्यास्ते गृहिणोऽवश्य, तत्कृत्वाऽनन्ति प्रत्यहम् ॥
|
| ૩૫૦ . ધ્યા. ૨૭o | શ્રાવકે કેવા સ્થાનમાં વસવું ?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન વિજ્યલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજા ભાગ્ય પ્રાણીઓના ઉપકાર માટે ઉપદેશપ્રાસાદ નામનો ગ્રંથ બનાવતાં બારવ્રતને અધિકાર જણાવ્યા પછી જણાવે છે કે બારવ્રત લેવાથી શ્રાવકપણું મળી ગયું છતાં, શ્રાવકને અંગે વ્યાખ્યા કરી કે બ્રાપિયિtfમ જ યુવા કાવવા' / શ્રદ્ધા, વિવેક ને ક્રિયા વડે જે યુક્ત હોય તે શ્રાવક, સમ્યગદર્શનાદિક પામ્યા હોય, તે છતાં આ જીવ નિમિત્તવાસી છે. પાણીને સ્વભાવ છે કે જે રંગ મળે તેવા રૂપે પિતે ઝળકે, જીવ જેવા સંગમાં રહે તેવા રૂપમાં પરિણમી જાય છે. સાધુઓને અંગે ગવાસ નિયમિત કર્યો, અને શ્રાવકને