________________
ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાનઃ સાધર્મિક ભક્તિ તેમ ઈસ્વશિક એટલે ચેડા કાલને માટે પ્રાપ્ત થએલી લક્ષ્મી તેનો નાશ ન થાય, તે પહેલાં તેને ઉપયોગ કરી લેવું જોઈએ. લકમી ચાલી ગયા પછી ચાહે તેટલા વિચાર કરીએ તે કંઈ ન વળે, માટે રાંડ્યા પહેલાં ડહાપણનો ઉપયોગ કરી લે. સાધર્મિક વાત્સલ્ય શા માટે સૂચવ્યું ? વીશ કલાક ધન બચી શકાય તેવું સ્થાન જો કોઈ હોય તે તે સાઘમિકનું સ્થાન છે. સાધર્મિક દ્વારાએ જ આપણામાં ધર્મ રહ્યો છે, સાધર્મિક ન હોય તે આપણામાં ધર્મને રહેવાનું સ્થાન નથી. - ગામડામાં એકલા શ્રાવકને અંગે મંદિર કે ઉપાશ્રય હેતા નથી સાધુનું રહેવાપણું કે ચોમાસું ત્યાં થતું નથી. જોડે બીજા સાધમિકો નથી, તેથી દેરાસર, ઉપાશ્રય કે સાધુને સજગ મળતો નથી. જે ચેની જોગવાઈ તે સાધમિકના જ ભાગ્યે. મૂર્તિની જોગવાઈ જ્ઞાનની જોગવાઈ, સાધુસાધ્વીની જોગવાઈ એ બધી જોગવાઈ મળી છે તે સાધમિકના ભાગ્યે જ મળી છે. આપણે સર્વ જીવોની સાથે સર્વ પ્રકારના સાંસારિક સંબંધ અનંતી વખત મેળવ્યા છે, પણ સાધમિકનો સંબંધ હજુ મને નથી, એ મળ દુર્લભ છે. ધર્મ ન પામે ત્યાં સુધી તમારો સાધર્મિક બને ક્યાંથી ? એને ધર્મ પામ જેટલું દુર્લભ, તેટલે તમને સાધર્મિક સમાગમ મળ દુર્લભ છે, દુર્લભ ધર્મ મળે ત્યારે સાધર્મિક બને. આથી સંબંધ મળે મુશ્કેલ. તે ન મળે તે આપણે ધર્મ ટક તે પણ મુશ્કેલ છે. સાલ મેક ભક્તિ-ઉપવ્યું હણ-સ્થિરીકરણદિ ન થાય તો દર્શનાચારને અતિચાર.
જેમ સાધુને ગુરુકુલવાસ એ સાધુપણું ટકાવનાર છે, તેમ શ્રાવકને શ્રાવકપણું ટકાવનાર,સ્થિર રાખનાર સાધર્મિક સંબંધ છે.ઘણુ સાધમિકે હોવાથી સાધુનું આવવું થાય છે. આટલા માટે મહા શ્રાવક થાય તેણે શક્તિ પ્રમાણે, ગુણના બહુમાનથી, વાત્સય કરવું જોઈએ. શાસ્ત્રકારોએ દર્શાનાચારની અંદર એ વાત કહેલી છે. વાત્સલ્ય એ સમ્યક ત્વવાળાની કરણી, તે કરણ ન કરે તે દોષ. બીજી કરણએ છે. ગુરુની સામા જવું તે બધી સમ્યક્ત્વની કરણી છે. પણ આ કરણી એવી છે કે ન કરે તે દોષ તેટલા માટે તેના અતિચારમાં દોષ ગણે છે.