________________
કાર્તિકી પૂર્ણિમા દેશના
૧૩૩
પ્રથમ દષ્ટિ મુખ તથા દષ્ટિ પર જાય અને તેથી તે આદર્શનું પ્રથમ વર્ણન છે. હે ભગવાન! આપ પ્રશમરસમાં નિમગ્ન છે, આપનું દષ્ટ્રિયુગલ પ્રસન્ન છે વગેરે.
હવે એ વિચારી લે કે જગતના જીવો માટે સાધ્ય શું ? જેવું સાધ્ય ઇષ્ટ હોય તે આદર્શ જોઈએ એ સ્પષ્ટ છે. જન્મ, જરા, મરણ, રોગ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિ, વિધવિધ લીલાઓ, કીડાઓ, તેને અંગે ચતુતિરૂપ સંસારમાં પરિભ્રમણરૂપ કદર્થનાઓ તો અનાદ કાલથી ચાલુ જ છે (“Tધarrધિરામૃત્યુમરાત સમરઃ | gairs, સંકારઃ સર્વનાપૂ | કિo go fઝવેરાના સ્ત્રો ) તેમાંથી છૂટવું એટલે કે ઈશ્વર થવું એ સાધ્ય છે, માટે આદર્શ જેઓ અવતારમાંથી ઈશ્વર થયા હોય તેઓનું દષ્ટાંત, જીવનમરણ, મૂતિ નિરીક્ષણ-સેવન-પૂજનદિ જોઈએ.
જેને જવું હોય તેઓ ભેંયરાની નિસરણી તરફ નજર કરે, પણ ઊંચે જવું હોય તેઓ તે માળ (મજલા)ની સીડીને શોધે ને ? ઈશ્વર થવું હોય તેમને માટે અવતારમાંથી થએલા ઈશ્વર જ આદર્શરૂપ છે.
શ્રીજિનેશ્વર મહારાજ સાક્ષાત્ જેવા આદર્શરૂપ છે તેવા જ આદર્શરૂપ તેમનું બિંબ, તેમની પ્રતિમા, તેમની મૂર્તિ છે. એ મૂર્તિનાં વિધિપૂર્વક દર્શન કરવા જોઈએ. ત્રિકાલદર્શન, ત્રિકાલપૂજન એ જ આદર્શ—સેવન. ( g r favોસ સામો વિઘા તાર સાહેબ iા ૦ ૮ / ૦ ). જેઓને આ આદર્શના ગૌરવને ખ્યાલ ન હોય તેઓ તે પ્રજ૫વાદ કરી દે (બકી દે) કે “એમ વારંવાર દર્શન કર્યા કરે તેમાં વળે શું ? પણ એમાં વાંક એ બિચારા બકરને છે.
ગાય, ભેંસ, શ્વાનાદિ પાસે મોતી, હીરા, માણેક વગેરેને ઢગલે કરે તેઓને એ ઢગલાનું મૂલ્ય નથી, તેથી તે ઝવેરાતનું મૂલ્ય ઘટી ગયું ? વાંક કેને ? આદર્શનું ગૌરવ જે ધ્યાનમાં ન લે તેને વારંવાર આડેનિશ દર્શન પૂજન વગેરે કરવાને, આદર્શ માં લીન થવાને ઉદ્દેશ આદર્શને ઝડપી લેવાનો છે. કારીગર, મિસ્ત્રી પણ મકાનના ચણતર માટે પ્લાન કાયમ નજર સામે રાખે છે ને ! નિષ્ણાત ચિત્રકાર કે