________________
૧૪ "
પર્વ મહિમા દર્શન : હદ છે, મર્યાદા છે. જેમ હીરાની કિંમત લાખની હોય તે લાખ રૂપિયે તેને સીમાડે આવી રહ્યો, વળી તે ઝવેરી આગળ તેટલે સીમાડે આ કહેવાય. તે જ હીર ભીલ કે કેળી પાસે આવ્યા હોય તે તેની નજીવી કિંમત કરે ત્યાં તેને સીમાડે. તેવી રીતે અહીં ધર્મ એ અનંત ફળનું સ્થાન છે.
કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગપણું તે બધા સાદિઅનંતવાળું નિસીમ એટલે મર્યાદારહિત અનંતસુખ આપનાર છે. જે ધર્મમાં સાવધાન હેય તેને માટે નિસીમ સુખ અંકાય છે, પણ જેઓને આત્મકલ્યાણની બુદ્ધિ થઈ નથી, તેવાને માટે તેવું સુખ હજુ ઘણું દૂર છે ! આ જીવ ધર્મથી ખસે છે શાથી ? શાલિભદ્રજીએ સાધુ મુનિરાજને ખીરનું દાન દીધું. તેવે ટાઈમે દુનિયાના નાસ્તિકે તેને શું કહે ? “બેવકૂફ! ખાવા જેટલું તે રાખવું હતું ? ઘર બાળીને તીર્થ કરવાનું હોય ?” વિજય શેઠ અને વિજય શાણીને એક વખત જમાડયાનું ફળ.
તેવી જ રીતે વિજયશેઠ ને વિજયા શેઠાણીને દાખલે લે. શુકલપક્ષ ને કૃષ્ણપક્ષના બ્રહ્મચર્યના નિયમવાળાને બંનેને પરસ્પર લગ્ન સંબંધ જોડાય; ને પાછળથી ખબર પડી તે પથારીમાં તલવાર રાખી બંનેએ ત્રિકરણશુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું પણ નિયમ તો નહિ અને વિચાર કર્યો કે “આ નિયમ આપણે માબાપને જણાવે નહિ, જ્યારે તેઓને ખબર પડશે ત્યારે આપણે બંને જણ દીક્ષા અંગીકાર કરીશું તે ટાઈમે ચંપાનગરીમાં વિમલકેવલી આચાર્ય મહારાજ સાધુ મુનિરાજના પરિવાર સહિત પધાર્યા છે. એક જિનદાસ નામના શ્રાવક આચાર્ય મહારાજને વિનંતિ કરે છે કે “મારે ચોર્યાસી હજાર, મુનિરાજાને વહેરાવવું છે. મારે ઘેર સાધુએ ગોચરી લેવા પધારે તેમ આદેશ આપે, ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે “હે શ્રાવક! એક ઘેરથી ૮૪૦૦૦ સાધુને આહાર લેવાનું બને નહિ. કયાં એટલે સૂઝતે આહાર અને કયાં એટલાં ઘર ? જ્યારે તે બહુજ વિનંતિ કરવા લાગે, ત્યારે તેને કહ્યું કે કચ્છ દેશમાં, અમુક નગરમાં