________________
૧૧૪
પર્વ મહિમા દશ જેઓ ધર્મને અંગે વફાદાર હોય તેને. રાજ્યની વફાદારી પ્રજાને ઉન્નત દશામાં રાખે છે. ધર્મની વફાદારી બે કાર્ય જરૂર કરે છે નરક તિર્યંચ ગરિમાં જવું પડે અને મનુષ્ય ને દેવગતિના રથનમાં મેથી ફરે. આથી જેમ જી જન્મે અજ્ઞાન, છતાં પણ મહારાજા ઓની ફરજ છે કે તેમને સજ્ઞાન બનાવવા. તેમ છે જન્મ દુર્ગતિ તરફના મોં વાળા હોય, પણ જમે અજ્ઞાન અને કેવલીપણા સુધીની ઊંચી સ્થિતિએ લાવવા પડે છે. તેમ દુર્ગતિ તરફ ધસી રહેલાને કેવલી મહારાજા રાળતિ તરફ દોરે છે. કેવલી ભગવાન તેવા જીવને દુર્ગતિ તરફ જતાં રોકી રાખે છે, એટલે ધર્મોપદેશ આપી ધર્મમાં જેડે, તેથી તેની ઉત્તમ ગતિ થાય છે, તેમ સમજવું, રિકી રાખ્યા તે ત્રિશંકુ જેવી દશા થઈ જાય પણ ધર્મ તેવી દશા નથી કરતે. ગતિથી રોકે એટલું જ નહિ પણ સફાતિમાં સ્થાપનધારણ કરે છે, જ્ઞાનની દશામાં પણ લાવી મૂકે છે, મનુષ્યગતિ અને દેવતાની ગતિ તે રૂપ સદ્દગતિઓમાં જીવને સ્થાપન કરે છે. જેઓએ દુર્ગતિનાં ખાતાં બાંધ્યાં હતાં, તેમને જ્ઞાનદશામાં વાળી એને ગુરથાનકે ધારણ કરે છે. માટે એનું નામ ધર્મ.
ધર્મ એ પાડેલી સંજ્ઞા નથી. ૩. વ. ર જેવું આ નામ નથી, પણ સાર્થક નામ છે. હવે આપણે મૂળ વાતમાં આવીએ. તે અહીં ધર્મ એવી સંજ્ઞા તરીકેને શબ્દ નથી, મન ફાવે તે સંજ્ઞા કરી લેવાય, તેવી સંજ્ઞા ધર્મની નથી. દુર્ગતિથી જીવેને જે બચાવે અને સદગતિમાં ધારણ કરે તે ધર્મ છે. એટલા માટે ધર્મ સંજ્ઞા છે. જેવા ગુણે તેવું નામ છે. તે માટે ધર્મ એવું યથાર્થ નામ છે. ધર્મિષ્ટ આત્માઓને ધર્મ કાર્યોને પવિત્ર દિવસો આવે ત્યારે અપૂર્વ ઉલ્લાસ પ્રગટે છે. આજે મુનિ મહારાજાઓને ચાતુર્માસ પરિવર્તન કરવાને પ્રથમ દિવસ હોવા સાથે કાર્તિક પૂર્ણિમા અને શ્રીસિદ્ધગિરિ અને શરૂઆતને દિવસ પણ છે.