________________
૧૦૫
જ્ઞાનપંચમી દેશના વિજયશેઠ ને વિજ્યા શેઠાણી છે, તેને તું જમાડ, ભોજન કરાવ, એટલે તને ૮૪૦૦૦ સાધુઓને આહાર વહેરાવ્યાનું ફળ મળશે, શ્રાવક તે આશ્ચર્ય પામી ગયો. “સાહેબ ! એવા તે એ બંને છે કેવા પુણ્યશાળી છે કે આપ કહે છે કે ચેર્યાસી હજાર સાધુને આહાર પહેરાવ્યાનું પૂણ્ય, ગૃહસ્થ એવા તેમને માત્ર જમાડવાથી થાય ?” જ્યારે તેણે પૂછ્યું ત્યારે તેને સઘળે વૃત્તાંત ગુરુ મહારાજે કહી દીધે, તે સાંભળી તે બહુ ખુશ થયે અને વિજય શેઠ ને વિજયા શેઠાણીને જમાડીને ચોર્યાસી હજાર સાધુઓને વહોરાવ્યા જેટલું પુણ્ય ઉપાર્જન કર્યું. ધર્મના અધિકારી કોણ?
આ વાત જાણીને આજના નાસ્તિક શું કહેશે કે દુનિયા તરફ જેવું હતું ને ? દુનિયા શું કહેશે? તેને પણ વિચાર ન કર્યો, તે પર શું કામ ? પરણીને એક બાઈને લાવ્યા ને પછી તરછોડવી તે કઈ રીતે ઠીક નહિ. આમ આજના નાસ્તિક તેવે ટાઈમે બોલી નાખે. પણ દુનિયા તરફ લક્ષ્ય રાખે તે ધર્મ કરી શકે નહિ. ધર્મને સમર્થ અધિકારી કોણ ? જે માતપિતાથી પણ ધર્મ કરવામાં ડરે નહિ, ધર્મ વિરુદ્ધ બાબત સાંભળે નહિ, તે જ ધર્મના અધિકારી, આપણે કાનના કાચા પૂરેપૂરા રહેવું છે. તાડના ઝાડ ઉપરની સોય નાશ પામે તે આખું ઝાડ નાશ પામી જાય, તાડના ઝાડની ટીસી નાશ પામી તે આખું ઝાડ નાશ પામે. અબે કે જાંબુડે નથી, તેનું ઉપરનું કાપે તે કંઈ નુકશાન નહિ, આપણને સેંય ભેંકાઈ તે મર્યા. આપણે તાડ જેવા છીએ, આંબાની ડાળ જેવા નથી. “લોકે આમ કહે છે, તેમ કહે છે, તે ખ્યાલ કરવાની જરૂર છે, એમ કહેનારાએ પ્રસન્નચંદ્રરાજર્ષિનું વચન દષ્ટાંત તરીકે વિચારવું.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજ્ય છેડીને પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરે છે. તેને કેટલાય વરસ થઈ ગયા છે, અનુક્રમે પ્રભુ મહાવીરની છત્રછાયામાં કાઉસ્સગ કરે છે. ત્યાં દુર્મુખ દૂત કહે છે કે “આનું મેં જોઈએ તે આપણને પાપ લાગે, કારણ કે એકના એક નાના પુત્રને રાજગાદી સેંપી પિતે તપ તપવા નીકળી પડ્યા છે. તે સાંભળી