________________
ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન. મેસાણ સં. ૧૯૯૧ કારતક સુદિ ૧૫.૨૧-૧૧-૩૪ ચોમાસું બદલ્યું
दुर्गतिप्रसृतान जंतून यस्मात् धारयते ततः। धत्ते चैतान् शुमे स्थाने तस्माद्धर्म इति स्मृतः ॥ १ ॥
શાસકાર મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે ધર્મોપદેશ. કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં મનુષ્યગતિ પ્રાપ્ત થવી. મુશ્કેલ હતી, જે વસ્તુ જાણવામાં આવી હોય, તેનાં કારણ મળ્યાં હેય તે તે વસ્તુની સ્થિતિ કરવી આકરી નથી, પણ જેનાં કારણે આપણે આપણી મરજી થવાથી મેળવી શકતા નથી, તેવું કાર્ય સિદ્ધ થવું, જગતના ન્યાયથી દૂર રહેલું છે. કારણ કે આ જીવ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરેન્દ્રિય, અસંસીપચેન્દ્રિય કે ઢોરઢાંખરપણામાં હતું, તે મનુષ્યપણું કેવી ચીજ છે તે જાણવાની તાકાત ન હતી, સમજવાની. પણ તે જીવમાં તાકાત ન હતી. તે પછી મનુષ્યપણાની સુંદરતાને સ્વપ્ન પણ ખ્યાલમાં આવે કયાંથી ? સુંદર કે અસુંદર વસ્તુ જાણ્યા પછી જ જાણી શકાય, આ વસ્તુ અત્યારે જગતને અંગે આપણે જોઈ શકીએ છીએ. આપણે ઘેર ગાય, ભેંસ, કૂતરા, ચકલાં, કબુતર, હોય તેને આ કેણ છે ?
મનુષ્ય છે. તે વિચાર કરવાનો વખત નથી, મનુષ્યના સમાગમમાં. આવવાવાળી જાત તે સંજ્ઞીપંચેન્દ્રિયની જાત મનુષ્યપણુની સુંદરતા જાણી ન શકે તે પછી તેની અભિલાષા કયાંથી થાય ? તે ન જાણે તે તેને અભિલાષા ન થાય, તે તેના કારણે ખેળે કે? જે ગામ. જવું હોય તે ગામને જ રસ્તો પૂછાય. કારણે જાણવાની દસ્કાર નહિ, તે કારણે મેળવે કયાંથી? મનુષ્યપણાના સમાગમમાં આવવાવાળી જાત મનુષ્યપણાને અંગે તદ્દન વિચાર વગરની છે. તેને તે ઝાડના છે, દરમાં ફરતી કીડીઓ, માખીઓ તેને તમે કેણ? કેવા છે? તમારી જાતિ કયા ઉત્તમ કાર્ય કરે છે, તેને વિચાર કરવાને અવકાશ કયાંથી હોય ?