________________
જ્ઞાનપંચમી દેશના
મુદતની. મુદતને હસો રાખ્યો તેથી ટકી રહ્યા. હપ્તા માફ-નથી થયા, મુદત વધારી, તેમાં દેશના દેશે જીવતા થયા. મુદત ન થઈ હત તે દેશે પાયમાલ થાત. તેથી હપ્તાની કિંમત ઓછી નથી, પણ છે. તે માફ નથી. માફ કરાવનાર ભાવદયા.
માફ કરાવનાર ભાવદયા છે. એ ભાવદયા કર્મને હલાને ઉડાવી દેનાર છે, કર્મના દેવાને નાશ કરનાર છે. દરેક જીવ આ જગતમાં કર્મના દેવાદાર છે. તે દેવું દીધા સિવાય કેઈન છૂટકે જ નથી.' આ ભવ નહિ તે પરભવ, પરભવ નહિ તે તેના આગલે ભવે; પણ એ તે દેવું તે વ્યાજ સહિત આ જીવને દીધા સિવાય છૂટકો નથી. જગતને વ્યવહારના દેવાથી નાદારી લઈ કે ચોરી છૂપીથી નાસભાગ કરી, કપટ કરી અત્યારે છૂટી જાય છે, પણ કર્મનું દેવું તે ચૂકવવું જ પડશે. તેની આગળ ચકવત્ત પણ ટકી શકે નથી.
અહીં તે હજુ હાંથી સસલાની દ્રવ્યદયા હપ્તાની કરે છે. માફીની દ્રવ્યદયા નથી. જ્યારે ભાવદયાવાળે કર્મોથી બચાવી લે છે. સમ્યગદર્શનાદિ આપવામાં આવે છે, તે કર્મને કાઠિયાને નાશ કરે છે. આ જીવને કર્મના કાઠિયા જ નડતરરૂપ છે. પણ તે નડતર જે આત્મામાં સમદર્શન પ્રાપ્ત થાય તે ચાલી જાય છે. સસલાની કરેલી દ્રવ્યદયા રૂપ કાર્ય પણ અનુદનથી સિંચાયું તે મેઘકુમાર થઈ ચારિત્ર પામી અનુત્તરવિમાન દેવકમાં ગયા, જ્યાં એકાવતારી પુરુષે જ જાય છે, ત્યાંથી એવી મોક્ષમાં જશે, મેઘકુમારે સસલાની દયા પાળી તેનું ફળ બતાવ્યું.
તેવી જ રીતે હરિબળ માછીએ પણ એક વખત માલીની દયા પાળી તે સંસારમાં તે જ ભવમાં સુખ પામ્ય. શાલિભદ્રના જીવે એક વખત પણ મુનિને ભાવથી દાન દીધું તે બીજા ભવમાં શાલિભદ્રજી દેવતાઈ રિદ્ધિ પામ્યા. આવી રીતે દાન, જીવદયા કે કોઈ પણ ધર્મ તે સુખને દેનાર થાય છે, માટે ધર્મ એવી ચીજ છે કે તેને સીમાડે નથી. દુનિયામાં બીજી બધી વસ્તુઓના સીમાડા છે.