________________
૭૦
પવ મહિમા દર્શન માટે તેની ઈર્ષા કરવી; એ સઘળાથી જ્ઞાનાવરણીય કર્મ બાંધવા પામે છે. (ગાયો નય જ્ઞાનવતાં જ્ઞાન સાધનાનાં જ કા ઉનાળો मात्सर्यमन्तराय आसादनं उपघात इति ज्ञानावरणाश्रवा भवन्ति । एतैर्हि ज्ञानावरण कर्म बध्यते, एवमेव दर्शनावरणस्येति, तत्त्वा० भा० अ० દøo ૨૨).
ત્રિતાની વિરાધનાથી તથા ઉપર જણાવ્યું તે દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આ સઘળાં કર્મો તેડવાં કેવી રીતે તેને વિચાર કરજે. લાખની જગ્યાએ કેડી કશી જ વિશાતમાં નથી, તે જ પ્રમાણે આ સઘળાં કર્મોના પ્રચંડ ભાર નીચે દબાએલા આત્મા માટે દેવવંદન, ખમાસમણ અને વિશ નવકારવાળી એની તે કશી કિંમત જ નથી ? ઉપવાસાદિ એકલાથી કાર્યસિદ્ધિ ન થાય.
દેવવંદન, ખમાસમણ, નવકારવાળી એની કશી કિંમત જ નથી, એથી એમ ન સમજશે કે તે સઘળાં કરવાની જ જરૂર નથી. તે સઘળું આવશ્યક છે, પરંતુ મહિને વ્યાજને જ હપ્ત હજાર રૂપિયાને થતું હોય, તે માણસ વ્યાજમુદ્દલ પેટે પાંચ રૂપિયા ભરવા જાય તેને જેમ કશે અર્થ નથી, તે જ પ્રમાણે અહીં ઉપરોક્ત કથનને પણ હેતુ છે. હવે જે પ્રચંડ કર્મબંધને ઊભાં છે તેની અપેક્ષાએ માત્ર જ્ઞાનપંચમીને દિવસે જ ડાહ્યા બની જઈએ, તે દિવસ માટે જ વ્રત, ઉપવાસ કરીએ અને બાકીનું કાંઈ ન કરીએ તે તેથી આપણે દહાડે વળવાનું નથી, તે યાદ રાખજે. કઈ તિથિ જ્ઞાનપંચમી?
આપણે કાર્તિક માસની શુકલ પંચમીને જ્ઞાનપંચમી માનીને (ઘુતાગ્નીવાડાન્નાઇડરાન્તોતષઃ | મણિo o કo ge) તેને આદર કરીએ છીએ, તે દિવસે જ્ઞાનનાં પુસ્તકો બહાર કાઢીએ છીએ અને જ્ઞાન માંડીએ છીએ. ચંદરવાપુંઠીયાના શણગારથી કાર્ય નહિ થાય.
ચંદરવાપુઠીયા વગેરે બહાર જનતાના દર્શનાર્થે મૂકીએ છીએ, પરંતુ આ સઘળાની સાથે એક વસ્તુ તમારે ખાસ તપાસવાની છે. જ્ઞાન માંડનાર અને જ્ઞાનનું દર્શન કરનાર, એ સઘળાએ પિતાની કાર્યવાહી લક્ષમાં રાખવાની છે. એક તે એકલા ચંદરવાકુંઠીયા કાઢીને