________________
૧૦૦
પર્વ મહિમા દર્શન
-પુણ્ય આપણે કરીએ અગર બીજે કઈ પણ કરે, તેની અનુમોદના તે જરૂર આવવી જોઈએ. પ્રસંગ આવ્યે તેથી આ વાત અહીં જણાવું છું. તમે વિચાર કરે કે તમારી આખી જિંદગીમાં તમે. જ્ઞાન કેટલું ભણે છે ? કે ભણાવે છે ? વિનય કેટલે ને કે. કરે છે ? વૈયાવચ્ચ કેટલી કરી? પૌષધ કેટલા કર્યા ? જૈનશાસનની. પ્રભાવના આખી જિંદગીમાં કેટલીવાર કરી? તથા પૂજા આખી જિંદગીમાં કેટલીવાર કરી? મહોચ્છવ તે પણ આખી જિંદગીમાં કેટલા કર્યા ? તેને વિચાર કર્યો છે? તેનું સરવૈયું કાઢયું છે ? કહોકે નહિ, તે તે ભૂલ છે. તેની અનુમોદના થવી જોઈએ.
ધર્મકાર્ય તે દાણે છે, જેમ એક દાણાથી ઠાર ન ભરાય તેમ જૈન શાસ્ત્રકાર એ જ વાત કહે છે, કે પુણ્ય કરે તે એક દાણોછે, અને તેને અનુમોદના રૂપી પાણીથી સિંચે, તે જ કઠાર ભરાય. તેથી સુકૃતની અનુમોદના કરવી જોઈએ. અનુમોદના વગર એ સુકૃતને દાણું કયાંય વટાઈ જશે. એ જ વાત અહીં ધ્યાનમાં લે. હાથીએ. સસલાને બચા, ત્યાં અનુમોદન કયાં પહોંચ્યું? હાથી સરખા જાનવરને પગ વળગી જાય, ત્યાં સુધી સસલાને બચાવવાના પરિણામ રહે. જે આપણે જૈન કુળમાં ઉછર્યા છતાં, મનુષ્ય પંચેન્દ્રિય થયા
છતાં, કામ પડે તે એવા ગોટાળા ચલાવીએ કે, હિંસાના ગોટાળામાં : અનમેદનાને ખલાસ કરી નાખીએ.
“સસલે જીવતો રહ્યો તેથી અઢાર પાપસ્થાનકમાં પ્રવર્તશે, માટે એને બચાવવાની જરૂર ન હતી, એવી માન્યતાવાળા તેરાપંથીઓએ આ સ્થળે વિચારવાની જરૂર છે, કે પરિણામ કયાં છે તે જોવાનું છે. પરિણામ જીવ બચાવવાના છે, વળી સસલે જે કાંઈ કરશે તે તેના જીવને ભોગવવાનું છે. તેવી રીતે જીવ બચાવવામાં કઈ જીવ પુણ્ય. કરનાર નીકળે તે તેની પણ શી ખબર પડે ? માટે ત્યાં તે જીવદયાના પરિણામ હેવાથી એકાંતે બચાવનારને લાભ જ છે, તેમાં શંકા કરવા જેવું નથી. પછી પિતાનું ખોટું પણ પકડી રાખવું હોય તેને કઈ કહેતું નથી. તેવાઓને સમ્યકત્વ રત્ન હજુ મળ્યું નથી તેમ સમજવું ત્યાં તે સાફ એવા જ પરિણામ છે કે સસલે કઈ રીતિએ કે