________________
- ૭૬
પર્વ મહિમા દર્શન સાહક એ વાક્યની અહીં કોઈ જરૂર જ ન હતી, એ વાક્ય અસંગત અને અપ્રકરણે જ લેખાત; પરંતુ આગલું વાક્ય જુદું કરી દયાની (ચારિત્રની) મુખ્યતા કરી છે, તેથી જ ત્રીજું વાકય
વ્યાજબી ઠરે છે. હવે એને વિચાર કરો કે “મના ક્રિ જાણી” - (૬૦ ૦ ૨) અજ્ઞાનને શાસ્ત્રકારોએ ખરાબ શા માટે કહ્યું છે, અને જ્ઞાન સારૂં શા માટે જણાવ્યું છે? જ્ઞાન સારું કેમ ?
જ્ઞાનને સારૂં કહીએ છીએ અને અજ્ઞાનને ખરાબ કહીએ છીએ, પરંતુ અજ્ઞાન ખરાબ શા માટે છે અને જ્ઞાન સારૂં શા માટે છે, તેને વિચાર કરો. અજ્ઞાન એ અજ્ઞાન તરીકે ખરાબ નથી. તે જ પ્રમાણે જ્ઞાન એ જ્ઞાન તરીકે પણ સારું નથી, પરંતુ જ્ઞાન આત્માનું કલ્યાણ કરી શકે છે (૬૦ ૦ કક, વરૂ, 8), માટે તે સારું છે અને અજ્ઞાન આત્માનું કલ્યાણ કરી શકતું નથી, તે માટે જ તે નઠારૂં અથવા ખરાબ છે.
ખરી રીતે કહીએ તે જે આત્માનું હિત કરી શકે છે તે જ જ્ઞાન છે અને જે આત્માનું અહિત કરે છે તે જ અજ્ઞાન છે. આ જ હેતુથી આચાર્યદેવ શ્રીશયંભવસૂરીશ્વરજી મહારાજ અજ્ઞાનને ખરાબ મનાવે છે અને તેમણે “ના વિ શાહી' એ વાક્ય લખ્યું છે. અર્થાત્ અજ્ઞાન આત્માના હિતનું કાર્ય કરવા દેતું નથી, માટે તે ખરાબ છે. જ્યારે જ્ઞાન આત્માના હિતનું કાર્ય કરવા દે છે માટે તે સારું છે. ચૌદપૂર્વના પ્રશ્ન
ચૌદપૂર્વી શ્રુતકેવળીઓને તે કાંઈ પ્રશ્ન કરવાપણું હતું જ નથી. તેઓ ત્રણે કાળને અને સઘળા પદાર્થોને તેના પર્યાયે સહિત જાણે છે, પરંતુ તે છતાં તેઓ પ્રશ્ન કરે છે તેનું કારણ શું તે વિચારે. એ જ કારણથી તેઓ પ્રશ્ન કરે છે કે જેથી જ્ઞાનની મહત્તા જણાય છે. અને બીજાઓ પણ જ્ઞાન પામી શકે છે. અજ્ઞાન ખરાબ કેમ ? ,
જ્ઞાનને સારું ગણ્યું છે અને અજ્ઞાનને ખરાબ ગયું છે. અજ્ઞાની ઢયા (ચરણ) કરતા નથી, માટે અજ્ઞાન ખરાબ ગણવામાં આવ્યું છે.