________________
જ્ઞાનપંચમી દેશના
૭૭"
અજ્ઞાનીની કિયા ફળમાં શૂન્યરૂપે છે. અજ્ઞાની ક્રિયા કરે છે પરંતુ તેની કિયા અહેતુક છે. જ્ઞાનીની ક્રિયામાં મેક્ષને હેતુ રહેલું છે, ત્યારે. અજ્ઞાનીની કિયામાં હેતુ જ નથી. અથવા હેતુ હોય તે પણ તે પદ્ગલિકતાને છે, તેથી જ અજ્ઞાની દયા કરી શકતું નથી. આ જ કારણથી. અજ્ઞાનને ખરાબ ગણવામાં આવ્યું છે, અર્થાત્ કે અજ્ઞાની, તેના અજ્ઞાનને લીધે દયા નથી કરી શકતે, માટે જ અજ્ઞાન ખરાબ છે : અજ્ઞાનથી પ્રેરાયેલે આત્મકલયાણનાં કાર્યો પણ ન જ કરી શકે.
સંવર, નિજેરા, આવ, બંધ એમાંનું કાંઈ પણ અજ્ઞાની સમજ નથી, તે બિચારે આ વસ્તુઓને સમજી ન શકે, તે પછી તે તેને આચરણમાં તે ઉતારી જ કયાંથી શકવાને હતે વારૂ? ચારિત્ર વગરને. હોય અને જ્ઞાનને માર્ગે ન આવેલ હોય તે દયા પણ ન જ કરી શકે, અજ્ઞાની સર્વ સયત એટલે સર્વવિરતિને સમજી શકતા નથી, અને તે ન સમજી શકવામાં તેને કારણભૂત અજ્ઞાન છે, માટે જ અજ્ઞાનને ખરાબ માનવામાં આવ્યું છે. જ્ઞાન માટે જ્ઞાનપંચમી
જ્ઞાનની કેટલી મહત્તા છે તે આથી સિદ્ધ થાય છે. જ્ઞાન એ આત્મકલ્યાણને સાધનારૂં છે, તે સર્વસંતને સમજી શકે છે, અને દયા કરી શકે છે, એને જ અંગે જ્ઞાનની મહત્તા છે અને તેથી જ શાસ્ત્રમાં. ચારિત્રોથ કે દર્શનદશમ જેવાં પ ન રાખતાં જ્ઞાનપંચમીનું જ પર્વ રાખ્યું છે. શ્રીમહાનિશીથ સૂત્રમાં જ્ઞાનપંચમી.
હવે કોઈ એ પ્રશ્ન કરશે કે કમને બંધ તે પાંચ જ્ઞાનથી મટી જનારે છે, તે પછી પાંચ જ્ઞાનની આરાધના માટે જ્ઞાનપંચમી ન રાખતાં શ્રુતજ્ઞાનની આરાધના માટે જ પંમમીનું મહાપર્વ કેમ કરાવવામાં આવ્યું છે? આવી શંકા કરવી એ સર્વથા અર્થ વિનાનું કાર્ય છે. “જ્ઞાનપંચમીને આપણે મુખ્યતાએ “જ્ઞાનપંચમી” જ કહીએ. - છીએ. “મહાનિશીથ સૂત્ર” માં (૫૦૭ રૂ૦) પણ જ્ઞાનપંચમીને “જ્ઞાનપંચમી” જ કહેવામાં આવી છે.