________________
પર્વ મહિમા દર્શન કરવાની કેઈએ તદી લીધી જ નથી ! આગમોના અસ્તિત્વ વિના સમાજમાં કેવી ગરબડ અને ખલના થાય છે, તે સમજવાને માટે આ એક સારામાં સારે ઐતિહાસિક પ્રસંગ છે અને તે અતિહાસિક પ્રસંગ આજના કહેવાતા સુધારકોએ પણ આગની આવશ્યકતા સમજવા માટે ખ્યાલમાં લેવું જરૂરી છે. દિગંબરેને પહેલાં શાસ્ત્રો હતાં કે નહિ ? - દિગંબર જૈને જ્ઞાનપંચમીના ઉત્સવેળાએ તે પુસ્તકને વરઘોડો કાઢે છે. એ વસ્તુને ખાસ વિચાર ન કરીએ તે પણ એ પ્રશ્ન તે સ્વાભાવિક રીતે જ જન્મે છે કે સઘળા જ્ઞાનમાત્રની આરાધનાનો આ ઉત્સવ છે, તે પછી તે સઘળું મૂકીને પુષ્પદંત, ભૂતબલીએ રચેલા માત્ર એક જ પુસ્તકને સ્વીકારી લેવું અને એ એક જ શાસ્ત્રના રચનારાના માનમાં ઉત્સવ પણ યોજી દે એ શું વારતવિક છે ?
કેઈ પણ સજજન એ વાત તે સ્વીકારવા તૈયાર જ નથી થવાને કે સઘળા જ્ઞાનને ઉત્સવ કરવાનું તજી દઈને તેમ જ ગણધર ભગવાન વગેરેના ચૌદ પૂને મહોત્સવ તજી દઈને, અને બીજા આચાર્યોના ગ્રન્થને મહોત્સવ તજી દઈને અથવા તેમના ઉત્સવ ન કરીને બે સાધુઓને જ કરે ! વળી સઘળા જ્ઞાનને ઉઠાવીને એક જ શાસ્ત્રમાં બેસી જવું એ પણ વિચારવા જેવું છે. બીજો પ્રશ્ન એ છે કે પુષ્પદંત ભૂતબલી તે લગભગ વીરથી ૧૦મા શૈકામાં થયા હતા, ત્યારે શું તે પહેલાં દિગંબરેના શાસ્ત્રો હતાં કે નહિ? આ સઘળા સવાલે એવા છે કે જેને કઈ જવાબ જ નથી !!
વૈશાખ સુદ ૧૧ એ પણ જ્ઞાનની આરાધનાને દિવસ છે, કારણ કે વૈશાખ સુદ ૧૦મે ભગવાનને જ્ઞાન ઉત્પન થયું અને અગ્યારસે તીર્થ સ્થાપના થઈ છે. પરંતુ પાંચે જ્ઞાનની બહુમાનપૂર્વક આરાધના કરવાને માટે તે શાએ જેલ કાર્તિક સુદ પંચમીને દિવસ એ જ વધારે યોગ્ય અને અનુકુળ છે. જ્ઞાનપંચમી માટે કાર્તિક માસ કેમ?
હવે જ્ઞાનને મહેસૂવ કરવા માટે કાર્તિક માસની જ પંચમીને દિવસ કેમ વ્યાજબી માન્ય છે તેને વિચાર કરો. આગળ વારંવાર કહેવામાં આવ્યું છે કે જ્ઞાનના પાંચ પ્રકાર છે, તે માટે જ પંચમીને