________________
જ્ઞાનપંચમી દેશના સમ્યકત્વ કેનું નામ, | સર્વજ્ઞ ભગવાને પોતે આત્માની રિદ્ધિ મેળવીને અનુભવ સિદ્ધ વાત તરીકે જગતને એમ જાહેર કરે છે કે આત્માને અપૂર્વ ગુણ આત્માની અપૂર્વ રિદ્ધિ તે કૈવલ્યજ્ઞાન છે. એ વાત જાણી લીધા પછી દરેક જાણી લેનારાએ પોતાની ક્રિયાઓમાં પોતે કૈવલ્યજ્ઞાનની ધારણા રાખવી જ કહી છે. આત્માને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેની એકેય ક્રિયામાંથી કેવલ્યની પ્રાપ્તિનો ઉદ્દેશ ન ખસે તેનું નામ સમક્તિની કરણી છે. અસ્થિ વિસર તદ નિરવ યાત્તા મુત્તા ggपावाणं । अस्थि धुव निव्वाणं तस्सोवाओ य छटाणा || सम्य० स०. To ૯૨) તેનું જ નામ સમ્યકત્વ. અથૉત્ સમ્યકત્વ કહે કે સમક્તિની કરણ કહો. આ સઘળા કથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાનને એકમાત્ર જિનેશ્વર ભગવાને જ જાણી શકે છે બીજા કોઈ પણ જાણી શકતા જ નથી, અને તેઓ જ એ જ્ઞાનને જાણીને તેને-ત્રણ જગતને દર્શાવે છે. આંધળે ન જ જોઈ શકે.
તેઓ આ રીતે આપણા દર્શક હોવા છતાં પણ તેમનું દર્શાવેલું કેણ જોઈ શકે છે તેને વિચાર કરો. ટંકશાળને અધિકારી નવા પાડેલા, ઘસેલા, મુદ્રાંતિ, સેનાના સિક્કાઓ લઈ આવે અને તે સઘળાને બતાવે, તે પણ જેને આપે છે તે જ માણસ એ સિક્કાઓને જોઈ શકશે. આંધળો સિક્કાઓને જોઈ શકતા નથી, તે જ પ્રમાણે જેને સમ્યક્ત્વ રૂપી આંખે છે, તે જ મનુષ્ય સુવર્ણના સિક્કાઓ રૂપી કૈવલ્યજ્ઞાનને જોઈ શકે છે. આંખ વિનાને આંધળે અર્થાત કે સમ્યક્ત્વ વિનાને સુવર્ણના સિક્કાઓ રૂપી કૈવલ્યજ્ઞાનને જોઈ શકતા નથી. સમ્યગદર્શન એ આખે છે.
જેને સમ્યગદર્શનની પ્રાપ્તિ જ નથી થઈ તેવાને માટે તે સઘળું જ નકામું છે. સમગ્રદર્શન એ આંખે છે, તે જ આત્મા કેવલ્યજ્ઞાનને જોઈ શકે છે. નેત્ર વિનાનાને સૂર્ય પણ નકામે છે! અરે ! સાક્ષાત્ . જિનેશ્વર ભગવાન્ આવીને તેની સામે હાજર થાય છે તે પણ સમ્યગુ. દર્શન વિનાનાને માટે નકામા છે. સર્વજ્ઞ ભગવાન એ કૈવલ્યરૂપી સુવર્ણના માલિક છે. કૈવલ્યજ્ઞાન એ સુવર્ણન વિશુદ્ધ સિક્કાએ છે,