________________
જ્ઞાનપંચમી દેશના કરવાને માટે નથી, પરંતુ આત્માના જ્ઞાનગુણને આરાધવાને અંગે જ છે. ત્યારે જ્ઞાનપંચમીનું પર્વ શા માટે છે એ વાત ધ્યાનમાં લેજે. આત્માના જ્ઞાનગુણને આરાધવા માટે જ્ઞાનપંચમીનું પર્વ છે. હવે એ જ્ઞાનપંચમીની ખરેખરી આરાધના કેવી રીતે થાય છે તેને વિચાર કરે. તમે જ્ઞાનપંચમીનો ઉત્સવ કરે એટલે કે જ્ઞાનપંચમીને ઉપવાસ વગેરે કરે. ખમાસમણ દે, કાઉસ્સગ કરે, તે સઘળાને અને જ્ઞાનગુણનો શો સંબંધ રહે છે તે વિચારો. આત્માને ધર્મક્રિયામાં કેમ પરે ?
કઈ એવી શંકા કરશે કે આત્માનો ગુણ કેવલ્યજ્ઞાન છે એ વાત કબૂલ છે, પરંતુ એ કૈવલ્યજ્ઞાનને રોકનાર તે જ્ઞાનાવરણીય કર્મ છે. તે પછી જ્ઞાનપંચમીનું પર્વ કરવાના નિમિત્તે સામાયિકાદિ કરતાં, વાંચતાં કે ગાથાઓ ભણતાં હાથ કે માથું ઝુકાવવું, ઉપવાસ કરે એ સઘળાને શું સંબંધ હોઈ શકે? એ શંકાને જવાબ તદ્દન સીધે છે. ગાય બાંધવાના દબંતથી ક્રિયા
ગાય દૂધ ઓછું આપતી હોય તે તમે જરૂર એમ કહો કે “છોકરા ! ગાયને વધારે જાડા ખીલા સાથે બાંધી દે એટલે તે દૂધ વધારે આપશે !” શું આ કહેવાને કાંઈ અર્થ છે? દેખીતી રીતે એમ લાગે છે કે જે વડીલ છોકરાને આ વિચિત્ર હુકમ કરે છે તે વડીલ મૂખ હવે જોઈએ, પરંતુ તમે જ્યારે વડીલે આપેલા હુકમની પરિસ્થિતિ વિચારશે, ત્યારે તમને ખાત્રી થશે કે વડીલે જે આજ્ઞા આપી છે તે આજ્ઞા કેવળ વાસ્તવિક છે. ખીલે પાતળો હોવાથી ગાય, તે ખીલે કાઢી નાંખતી હોય, અને અન્યત્ર ભટકવા અલી જતી હોય, ત્યાં લોકો ગાયને દોહી લેતા હોય અને તેથી ઓછું દૂધ આપતી હોય; તે ગાયને જાડે ખીલે બાંધવાનો” અર્થ એ છે કે તેથી તે છૂટીને નાસી જઈ શકે નહિ, અને તેને બીજા માણસે દેહી લઈ દૂધની ચોરી કરી શકે નહિ, આવી રીતે આત્માને ધર્મ ક્રિયાઓમાં પરોવ એ ગાયને જાડા ખીલા સાથે બાંધવા બરાબર જ છે. આત્માને ગુણ કેવલ્યપણું છે એ આત્મા જાણે છે.