________________
જ્ઞાનપંચમી દેશના
તમારે તમારા હુકમનામા પરને ગીરાને બેજે ચૂકવી દેવું જોઈએ. જ્ઞાનરૂપી અમરપટ્ટો ગીરે મૂકાય છે, - હવે તમારૂં જ્ઞાનનું હુકમનામું કયાં અને કેવી રીતે ગીરવે મૂકાયું છે તેને વિચાર કરે. કૈવલ્યજ્ઞાન તમારી મિલકત છે, એને અમરપટો તમે જ્ઞાનાવરણીય કર્મને ત્યાં ગીરવે મૂકેલ છે, ત્યાંથી તમારે ગીરે મૂકેલી મિલકત પાછી છોડાવવાની જરૂર છે. જ્ઞાનાવરણીય કર્મનું જે આવરણું બંધાયેલું છે તે શી રીતે તૂટે છે તેને વિચાર કરે. જે પ્રકારે કર્મો બંધાય છે તેનાથી ઉલટા પ્રકારે બંધાએલા આવરણને અંત પણ આવે છે. ગીરે મૂકેલી મિલકત છોડાવવી હોય તે તેને સૌથી સહેલે રસ્તે એ છે કે જેટલા પૈસા આપણે લીધા હિય, તેટલા પૈસા પાછા ભરી દેવા જોઈએ. તમારે જ્ઞાન ઉપર તમારી માલિકીને અમરપટ શી રીતે ગીરે મૂકાએલે છે, તે તમારે -તપાસવાનું છે. જ્ઞાન પ્રત્યેની અરુચિ, જ્ઞાની પરત્વેની અરુચિ અને જ્ઞાનનાં સાધને પ્રત્યેની અરુચિ, એ ત્રણે વસ્તુઓની અરુચિ દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, ત્યારે જે એ કર્મને તેડવું જ હોય તે પહેલા કરતાં ઉલટો માર્ગ તમારે હાથે ગ્રહણ થવો જ જોઈએ, તે સિવાય જ્ઞાનાવરણીય કર્મ ખસવા પામતું નથી. જ્ઞાનાવરણીય કર્મ શી રીતે જાય ?
જ્ઞાન પરત્વેની અરુચિ, જ્ઞાની પરત્વેની અરુચિ અને જ્ઞાનનાં સાધન પરત્વેની અરુચિ એથી જેમ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपधाता ज्ञानदर्शनावरणयोः । તરવા ગo દ સૂo ૨૨), તે જ પ્રમાણે જ્ઞાનનાં સાધન પરત્વેની ભક્તિ, જ્ઞાન તરફ બહુમાન અને જ્ઞાની તરફ બહુમાન; એ ત્રણથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પણ થવા પામે છે. જ્ઞાનદાન તમારા કૈવલ્યજ્ઞાન ઉપરની તમારી માલિકીનો અમરપટો જે ગીર મૂકાએલો છે તેને છોડાવવાને માર્ગ એ છે કે તમારે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને એ ત્રણેની આરાધના સંપૂર્ણપણે કરવી જોઈએ. એ ત્રણેની આરાધના ન કરતાં જે ગમે તે એકની વિરાધના થાય અને આકીના બેની આરાધના થાય, તે પણ તેથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થવાને નથી જ, ઉલટું જ્ઞાનાવરણીય કર્મ બંધાવા જ પામશે.