________________
-
પર્વ મહિમા દર્શન
સુધી ? ઉદ્યોત થ ન હોય ત્યાં સુધી. ઉદ્યોત થયા પછી આંખને જોર આપે છે. જાગતે છે, હીરાથી ભરેલું મનહર મકાન છે, પણ હરે છે કે પથરો છે તે તપાસવાનું દીપક થયા પછી. આંખને ઉઘાડી જેર દેવું તે દીપક થયા પછી. ત્યારબાદ ખરાબ અને સારી વસ્તુ જોવાય છે. આંખને જોર અપાય છે, તેમ શાસનમાં પાપ તેડવાનાં, પાપ બંધ કરવાના રસ્તા લેવા તે બધું જ્ઞાનદીપકને ઉદ્યોત કરવામાં આવે પછી જ બને છે.
તેથી આપણે આપણા વ્યવહારમાં આવે. બાર મહિનાને હિસાબ કરીએ. કલ્યાણકની, પર્યુષણની કે ઓળીની તિથિઓ છે, પણ આ ચેખા નામ ધરાવનારી એકે તિથિ નથી. જ્ઞાનપંચમી માફક દર્શનચેથ, કે ચારિત્રની ચૌદશ એવી તિથિ કાઢે. બાર મહિનામાં બધી તિથિઓ આપણે આરાધીએ છીએ, પણ એ કે મોક્ષમાર્ગની મુખ્ય નામ સાથેની તિથિ નથી. કેઈપણ પર્વ લે તે જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના વગરનું એકે પર્વ નથી, પણ રૂઢિમાં શબ્દને જે પ્રવેશ તે કહું છું. મોક્ષમાર્ગને દર્શાવનારા શબ્દોને સીધે પ્રવેશ માત્ર જ્ઞાનપંચમીમાં છે. દર્શન-ચારિત્રના સીધા પ્રવેશવાળી એકે તિથિ નથી.
જ્યારે જ્ઞાન માટે જ્ઞાનપંચમી ખાસ કહી છે. કારતક મહિનાની પંચમી જ કેમ જ્ઞાનપંચમી ?
જ્ઞાનપંચમી એ મોક્ષમાર્ગના અંશના નામે આરાધવા માટે રૂઢ થયેલી કારતક સુદ પાંચમ છે. એ જ જ્ઞાનપંચમી કેમ? માગસર પિષ વગેરે બીજા મહિનાઓની સુદ પાંચમને ન રાખી, અને કારતક મહિનાની સુદ પાંચમને જ્ઞાનપંચમી કેમ કહી? આ વાત સમજતાં પહેલાં એક લક્ષમાં લઈ લે. જ્ઞાનાચાર એટલે મતિ-અવિધિ-મન:પર્યવ કે કેવળજ્ઞાનને આચાર નહિ, એ ચાર જ્ઞાનમાંથી એકેને આચાર જણાવનાર નથી. ત્યારે કેના આચારોને જણાવે છે? શ્રુતજ્ઞાનના આચારને જણાવે “જે વિજપ દુકાને.....એ આઠે આચાર શ્રુતજ્ઞાનનાં છે. વ્યંજન-અર્થ અને તદુભાય તેને બીજાં ચાર જ્ઞાન સાથે સંબંધ સરખાય નથી. આઠે. પ્રકારને જે જ્ઞાનાચાર, તે જ્ઞાનાચાર નહિ, પણ કૃતાચાર. જ્ઞાનપંચમી