________________
૧૮
૫૨ મહિમા દર્શન જૈન દર્શનના મતે જ્ઞાન
મતિજ્ઞાન : જૈનદર્શન પાંચ ઈન્દ્રિયે અને છઠું મન, તે દ્વારા જે જ્ઞાન થાય તેને મતિજ્ઞાન માને છે. સ્પર્શ, રસ, ગંધ, રુપ અને શબ્દ એ પાંચ વિષયનું પાંચ ઈન્દ્રિ દ્વારા જ્ઞાન થાય છે. મને એ જ્ઞાન થવામાં પાંચ ઇન્દ્રિ સાથે સંલગ્ન છે. મન એ સર્વેદ્રિયમાં સાધારણ છે. મનની જ્ઞાન થવામાં પૃથક્તા નથી, એમ કઈ માને તે તેને સુધારવાની જરૂર છે. કેમકે, શાસ્ત્રમાં જણાવે છે કે સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ અને શબ્દ જાણે, અનુભવે, પણ મન ન હોય એવા છના ભેદો હોય છે જેમ કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય. આ ઇવેને અનુક્રમે પાંચ ઈન્દ્રિયે હોય છે તેનાથી તેમને જ્ઞાન થાય પણ તેઓ મન વગરના હોય છે, તેથી તે જીવને મનથી જ્ઞાન થતું જ નથી. મનથી જ જ્ઞાન થાય એમ આપણે માનીએ તે અસંજ્ઞીજીને જ્ઞાન વગરના માનવા પડે. માટે ઇન્દ્રિયે હોય અને મન ન હોય એવા જીના ભેદ છે. પણ મન હોય અને ઇન્દ્રિય ન હોય એવા જીવના ભેદ નથી.
કદાચ કોઈ એમ માને કે, ઇન્દ્રિય હોય છે તેને જ મન હિય છે. પાંચ ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન મન દ્વારા થાય છે, માટે મનનું પૃથકુ જ્ઞાન નથી. તે તેણે વિચારવું જોઈએ કે સ્વપ્નમાં જે સ્પર્શ રુપાદિનું જ્ઞાન થયું તે કઈ ઈન્દ્રિયેનું જ્ઞાન ? તે વખતે તે ઈદ્રિની પ્રવૃત્તિ બંધ છે. તે તે વખતે જે જ્ઞાન થયું તે મનનું જ્ઞાન, અને બેઠા બેઠા સંકલ્પ વિકલ્પ કર્યા અને તેનાથી જે જ્ઞાન થયું તે પણ મનનું જ્ઞાન છે. માટે જેમ ઇન્દ્રિયે જ્ઞાન કરનારી ચીજ છે, તેમ મન પણ જ્ઞાન કરનારી ચીજ છે. એકલી ઈન્દ્રિથી પણ જ્ઞાન થાય છે. ઇન્દ્રિય અને મનથી પણ જ્ઞાન થાય છે. અને માત્ર મન વડે પણ જ્ઞાન થાય છે. આ બધા જ્ઞાનને મતિજ્ઞાન કહેવાય છે. આત્માને કર્મના હલકાપણુથી ઓછામાં ઓછી હદનું જ્ઞાન તે
મતિજ્ઞાન” કહેવાય છે. શ્રુતજ્ઞાન
આ પ્રમાણે મતિજ્ઞાનને ઓળખાવ્યા પછી શ્રુતજ્ઞાનને ઓળખાવાય છે. શબ્દોના અર્થને ખ્યાલ આવે, મતિજ્ઞાન વખતે જે પશમ