________________
૫૪.
પર્વ મહિમા દર્શન અંધાના માર્ગવાળા જ ગણી શકાય છે. ગણધર ભગવાનને માટે આવા શબ્દો વાપરવા એથી તેમની આશાતના થાય છે, અથવા તેમની મહત્તા ઘટાડવામાં આવે છે, એવું સમજવાનું નથી. પરંતુ આ કથન માત્ર કેવળજ્ઞાનની અપેક્ષાએ જ છે. ગણધર ભગવાને, દશપૂર્વીએ. વગેરે સઘળા કેવળજ્ઞાનની અપેક્ષાએ અંધાની લાકડીએ ચાલનારા જ છે. જ્ઞાન એક અવ્યક્ત ચીજ છે. . કેવળી ભગવાને આંધળાની લાકડીએ ચાલનારા નથી. તેઓ સ્વયં માર્ગને દેખીને ચાલનારા છે. તેઓ પ્રથમ પોતે કેવળજ્ઞાન પામે છે, આત્માના કેવળજ્ઞાનનું સ્વરૂપ એળખે છે, અને સઘળા આત્મામાં પિતે કેવળજ્ઞાનને સ્વભાવ દેખે છે. આ રીતે કેવળી ભગવાને પોતે
સ્વયં કેવળજ્ઞાનને અનુભવતા હોવાથી તેમને માર્ગએ અંધાની લાકડીને માર્ગ કહેવાતું નથી, પરંતુ તેમને માર્ગ એ સ્વયં દેખીને પછી તે રસ્તે જવાને માર્ગ છે.
પારકાને થએલું જ્ઞાન જાણવું એ સાધારણ વાત છે એમ સમજવાનું નથી. જગતના સામાન્ય જ્ઞાનને પણ અમુક વ્યક્તિમાં કેટલે સંચય છે તે બીજા માણસો જાણી શક્તા નથી. અમુક માણસમાં સાધારણ લૌકિક જ્ઞાન કેટલું છે તે બીજે માણસ પોતાના સ્વભાવથી જાણી શકતો નથી. સામાની વાણી, વર્તન અને વિચાર એ ત્રણ દ્વારા તેનું જ્ઞાન જાણી શકાય છે અને એ જ રીતે આપણે સામાના જ્ઞાનને પારખી શકીએ છીએ. સામાના જ્ઞાનને સ્વભાવથી જ પારખી લેવાની આ જગતના આજના ગમે તેવા ભણેલા ગણેલા મનુષ્યમાં પણ શક્તિ નથી.
અહીં પ્રભુના દશ શ્રાવકેમાંના એક શ્રાવક આનંદને યાદ કરો. આનંદને જ્યારે અવધિજ્ઞાન થયું હતું, ત્યારે તેણે ભગવાન શ્રીગૌતમસ્વામીને કહ્યું, “હે ભગવન્! હું પ્રથમ દેવલોક દેખી રહ્યો છું !” આનંદ પહેલે દેવક દેખી રહ્યો છે એ વાતને ભગવાન શ્રીગૌતમસ્વામીએ માન્ય રાખી ન હતી, કારણ અવધિજ્ઞાન અરૂપી હોવાથી તેને સ્વયં નિર્ણય કરી શક્તા નથી. તેઓએ એ વસ્તુ પરત્વે હા ના કરી હતી, અને તેઓ તીર્થકર ભગવાનને એ બાબત પૂછવા ગયા હતા. ભગવાન શ્રી મહાવીર દેવે ગૌતમસ્વામીને મરછા મિ દુક' દેવાનું કહીને (જો તુ ચા જ તરત ટાળeણ ગોપદિ નાર દિવસ,