________________
પ૬
પર્વ મહિમા દર્શન "કિંવા અજ્ઞાનને જાણવું એ માત્ર સર્વજ્ઞનું જ કામ છે. બીજાનું તે કામ નથી. (નાડસાવિત થતા તfજ મા તારા विज्ञान शून्यैर्ज्ञातुं न शक्यते ॥२॥ अष्ट ० हारि० टी० पृ० ५) સંશયજ્ઞાન જાણે તે સર્વજ્ઞ ખરા !
ઇંદ્રભૂતિએ માન્યું હતું કે મારા મનમાં જે સંશય છે તે જાણી લઈને જે તે કહી આપે તે જ હું તેમને સર્વજ્ઞ તરીકે માનવાને તૈયાર છું. તો નો વિતેજીત કરિ મ પત સંત નાકા છિકા ‘વા તો વિગતે હકના, માવ૦ ૨૦ પૃ૦ રૂ૩૬) સંશયનું જ્ઞાન તે પણ બીજા જ્ઞાનની પેઠે જ અરૂપી જ્ઞાન છે, અને તેથી તે જ્ઞાન જાણવું એ પણ સામાન્ય માણસોના હાથની વાત નથી. એ જ્ઞાન પણ શ્રીસર્વજ્ઞ ભગવાને પિતે જ જાણી શકે છે. મનના જે પુદગલો છે તે પુદ્ગલોને જાણવાની શક્તિ મન:પર્યવજ્ઞાનની જેને પ્રાપ્તિ થઈ હોય તે વ્યક્તિ મનના પુદ્ગલેને જાણી શકે છે (પિત્તવના નામvruffજરિત થઇ, સાવ નિo to ૭૬), પરંતુ તેનાથી આત્માને, આત્માના સ્વભાવને અથવા આત્માના જ્ઞાનને જાણી શકાતું નથી, કારણ કે મન:પર્યવજ્ઞાનમાં આત્માને સ્વભાવ જાણવાની શક્તિ રહેલી નથી. મિથ્યાદર્શનમાં માન્યતા રાખતી વખતે પણ શ્રીમાન ગૌતમસ્વામીએ એમ કહ્યું હતું કે જે મહાવીર ભગવાન મારે સંશય જાણી શકે, તે હું તેમને સર્વજ્ઞ માનવા તૈયાર છું.
આ કથનથી સ્પષ્ટ થાય છે કે અન્યદર્શનીએ પણ એ વાત સ્વીકારે છે કે બીજાના આત્માનું જ્ઞાન જાણવાની તાકાત સર્વજ્ઞ સિવાય બીજા કોઈનામાં રહેવા પામી નથી. આ કથન ઉપરથી એક વાત સાબિત થાય છે કે આત્માને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ જે કંઈ પણ ગુણ હોય તે તે જ્ઞાન છે, અને એ જ્ઞાન ગુણ આત્મામાં અનાદિ કાળથી રહેલો છે. આ ગુણ આત્માની આ દિવ્ય રિદ્ધિ આપણે હજી જાણ શકયા નથી. તીર્થકર ભગવાને આત્માની આ અનંત રિદ્ધિને દેખી છે, અને તેમણે એ રિદ્ધિને પ્રાપ્ત કરીને તત્પશ્ચાત્ જગતને એ વાત જાહેર કરી છે કે કૈવલ્ય એ જ આત્માની સાચી રિદ્ધિ છે. આ રિદ્ધિની અપેક્ષાએ આપણે બધા હજી મૂળાના કાંદામાં મંડાલી રહ્યા છીએ.