________________
જ્ઞાનપંચમી દેશના
નથી. ઉપદેશકની મહત્તાને વિચાર કરતાં પહેલાં એ વાત જાણવી જરૂરી છે કે ઉપદેશક પિતે જે કાંઈ કહેવા માગે છે, તે તેણે પોતે બરાબર પીછાણેલું અને અનુભવેલું છે કે નહિ?
જે ઉપદેશક કોઈપણ તત્વને પિતે પહેલાં જાણે છે, પછી તેને વર્તનમાં મૂકે છે અને તત્પશ્ચાત્ તેને ઉપદેશ કરે છે, તે જ ઉપદેશક મહત્તાની પ્રાપ્તિને માટે ગ્ય છે, અને તેવા ઉપદેશકના મુખમાંથી જે કાંઈ શબ્દો નીકળે છે–તે જે કઈ માર્ગ દશાવે છે તે માર્ગ અને તેને તે ઉપદેશ આધારભૂત તથા વિશ્વાસપાત્ર ગણાય છે.
ત્યારે હવે વિચાર કરે કે કેવલજ્ઞાનનો ઉપદેશ કેને આધારભૂત ગણી શકાય? શું કોઈ પણ માણસ ગમે ત્યાંથી આવીને તમને ગમે તે ઉપદેશ આપવા મંડી જશે તે તે ઉપદેશ પ્રમાણે વર્તન કરવાને તમે કદી પણ તૈયાર થશે ખરા? નહિ. ત્યારે એ જ સ્થિતિ અહી પણ સમજવાની છે. અંધાની લાકડીનો માર્ગ.
જેણે પોતે કેવળજ્ઞાન મેળવ્યું છે, જે પિતે યથાસ્થિત રીતે કેવળજ્ઞાનને જાણે છે, તે જ વ્યક્તિ કેવળજ્ઞાનને ઉપદેશ આપી શકે છે, જેણે કેવળજ્ઞાનને જાણ્યું નથી, કેવળજ્ઞાનનો જેણે સ્વાત્માનુભવ લીધે નથી, તેને કેવળજ્ઞાનનો ઉપદેશ કાંઈ પણ અર્થ સાધી શકતું નથી. કેવળજ્ઞાનના અનુભવપૂર્વકના જ્ઞાનની અહીં જરૂર છે. ( केवलणाणित्ति अहं अरहा सामाइयं परिकहेई । तेसिपि पच्चओ खलु
saur તો નિરાંતિ | ૨ | સાવ નિo To ૭૧૦). જે કેવળજ્ઞાનનું અનુભવપૂર્વકનું જ્ઞાન ન હોય તે તેવાને મેઢે કેવળજ્ઞાનને ઉપદેશ સાંભળવો નકામે છે. અહીં અનુભવપૂર્વકના જ્ઞાનની મહત્તાને સ્વીકાર કેમ કરવામાં આવે તેને વિચાર કરજે. અનુભવપૂર્વકનું જ્ઞાન એ દેખતાને માર્ગ છે, જ્યારે અનુભવ વિનાનું જ્ઞાન તે આંધળાને માર્ગ છે.
પોતે જે માર્ગને દેખે છે એ માર્ગને પિતે અનુભવે છે, પછી એ માર્ગ જગતને દર્શાવે છે, અને પોતે એ માર્ગે ચાલે છે. તેને આપણે દેખતાને માર્ગ કહી શકીએ. તીર્થોની જેમનાથી શોભા છે એવા ગણધર ભગવાને અને દશપૂર્વી આદિ સઘળાઓ આ દષ્ટિએ