________________
નાનપંચમી દેશના કરે અગર તમે કોઈપણ વસ્તુની યાચના જ ન કરે તે તમારી સન્મુખ એ કલ્પવૃક્ષની જે ઉત્પત્તિ થઈ છે, તે પણ તમારે હિસાબે તે વૃથા જ છે ! કપવૃક્ષની પાસે રત્ન ન માંગતા તમે કોલસા માગશો તે તે તમને કોલસા જ આપશે, અર્થાત તમે શું માંગે છે તે તમારી ક્રિયાના આરંભની સાથે જ તમારા ખ્યાલમાં હોવાની અતિશય જરૂરિયાત છે. તમારું ધ્યેય.
ધાર્મિક ક્રિયાઓ ઉત્તમ છે અને તે અખંડ સુખને આપનારી છે (दुर्गतिप्रसृतान् जन्तून, यस्माद्धारयते ततः। धत्ते चैतान् शुभे स्थाने તમામ દુર રકૃતઃ || ૧ | શo To go દ૨) પરંતુ તમારી જે કાંઈ પણ માગણું જ ન હોય તે ક્રિયાઓ દ્વારા પણ તમે કશું જ મેળવી શકવાના નથી એની ખાતરી રાખજે. તમે જ્યાં સુધી “આત્મા કેવલ્ય સ્વરૂપ છે,” ( ત વાદ-અનન્તાનોનસ્તાન સૈનત્તવાત,
સૂ૦ પૃ૦ ર૪) એવી ધારણું જ ન કરો ત્યાં સુધી તમારી બધી મહેનત વૃથા છે. તમારા આત્મામાં પહેલી ચેકકસ ધારણા હેવી જ જોઈએ. આત્મા કૈવલ્ય સ્વરૂપ છે એ તમારા ધ્યાનમાં હોવું જ જોઈએ. -જ્યારે એ વાત તમારા ધ્યાનમાં આવશે ત્યારે જ તમે કૈવલ્ય પ્રાપ્તિની ધારણા રાખતા થશો ત્યારે જ કૈવલ્ય સ્વરૂપને પામી શકશે; અન્યથા કેવલ્ય સ્વરૂપને તમે મેળવી શકવાના નથી. ઉદ્દેશ વગરની ક્રિયા લૂંટારા જેવી.
કોઈપણ પ્રકારની ધારણા રાખ્યા વિના જ જે તમે કાંઈ પણ મેળવવાની ઈચ્છા રાખતા હો તે તમારી એ ઈચ્છા કેવળ તૂટવાની -વાત જેવી છે. લૂંટારાઓને વેપારની કઈ ધારણું કે ભેજના કરવી પડતી નથી. પોતાને શું ઉપયોગી છે. અને પોતે શું મેળવવાનું છે તે કશું તે વિચારતું નથી, પરંતુ બહાર નીકળે અને જે કાંઈ હાથમાં આવે છે તે તે ઝડપી લે છે. કોઈપણ પ્રકારની કલ્પના અથવા ધારણા રાખ્યા વિના ધર્મ કિયાએ કરીને લાભ મેળવવાની મનોવૃત્તિ સેવનારે પણ લૂંટારા જે જ છે, તેથી તે તેને લાભ મેળવી શકો નથી.