________________
જ્ઞાનપંચમી દેશના
૪૯
કારણ કે તેને ચાણક્યમાં જ દઢ ભરેસે હતે. અને તે જ પિતાને તારણહાર છે એવું તે સમજતે હતે. દઢ શ્રદ્ધા રાખવી જ જોઈએ.
જીવ આત્માએ પણ આવી જ દઢ શ્રદ્ધા રાખવી જરૂરી છે. તેણે પણ ચુસ્તપણે એવી શ્રદ્ધા રાખવાની જરૂર છે કે તીર્થકરદે પોતાનાં વર્તમાન સુખ છેડાવે છે, અને દેખીતી રીતે પિતાને દુઃખમાં નાંખે છે, પરંતુ એકાંતે આત્માનું હિત કરનારા જે કઈ પણ હોય તે તે દેવ, ગુરુ અને ધર્મ એ જ ત્રણ તત્ત્વ છે. આત્મામાં જ્યારે આવી દઢ શ્રદ્ધા થાય છે, ત્યારે જ શુદ્ધ દેવને દેવ તરીકે સ્વીકાર્યા પ્રમાણ છે, તે સિવાય શુદ્ધ દેવને માને કિવા અશુદ્ધ દેવને માને તેને કશે અર્થ જ નથી !
દેવ, ગુરુ અને ધર્મ આત્માને અમર ખજાને, કે જે વાએલે છે અર્થાત કે જેને આપણે ભૂલી ગયા છીએ તેને તેઓ કૈવલ્યરત્નને પાછો મેળવી આપે છે એ તેમની મહત્તા છે. જેણે જૈનદર્શન સ્વીકાર્યું છે તે આત્મા જે આ કૈવલ્યરત્નને સ્વીકારે છે, તે જ તેનું એ દર્શન સ્વીકારેલું પ્રમાણ છે. જેણે કૈવલ્ય જ કબૂલ્યું નથી, જેણે આત્માના એ અમેઘ ખજાનાને જ ઓળખે નથી, તેવા આત્માઓએ દર્શનને. સ્વીકાર કર્યો હોય-દર્શન માન્યું હેય-અર્થાત કે જૈન ધર્મ પાળતા હોય તે તેને કાંઈ અર્થ જ નથી, અને તેમણે જીવને સ્વભાવ અથવા જીવનું લક્ષણ પણ જાણ્યું જ નથી.
જનધર્મની બીજા દર્શનેને મુકાબલે શાસ્ત્રોમાં સ્થળે સ્થળે મહત્તા ગાવામાં આવી છે. જેનશાસ્ત્રની સ્થળે સ્થળે પ્રશંસા કરવામાં આવી છે, અને મુક્ત કંઠે જૈનત્વનાં કીતિગાન ગાવામાં આવ્યા છે. (इणमेव निग्गंथं पावयणं सच्च अणुत्तरं केवलियं पडिपुण्णं नेआउयं સંજુ સત્ત સિદ્ધિમi, a૦ સૂ૦ રર). તે સઘળું એ જ વસ્તુને અંગે છે કે જૈન શાસન આત્માનું ખોવાએલું કૈવલ્યરૂપી ધન તેને દર્શાવે છે, તે તેને મેળવી લેવાની પ્રેરણું કરે છે, અને એ કાર્યમાં આ શાસન આત્માને અપૂર્વ અવલંબન પૂરું પાડે છે. * ૨-૪