________________
જ્ઞાનપંચમી દેશના ત્યાં સુધી જ ટકી શકે છે કે જ્યાં સુધી જ્ઞાનને ઉદય થવા પામેલે હેતું નથી. જ્યાં જ્ઞાનનો ઉદય થવા પામે છે, જ્ઞાનની તિ નીકળે. છે, ત્યાં મેહ અંધકારને વિનાશ થાય છે. જ્યાં જ્ઞાનની ઝાંખી સરખી. પણ થવા પામે છે કે ત્યાંથી મેહ નાશવા માંડે છે, અને જ્યાં મેહને નાશ થયે કે તે પછી જ્ઞાનાવરણને પણ અંત આવે છે.
તેરમે ગુણસ્થાનકે કેવલજ્ઞાન થાય છે, ત્યારે મેહને અંત દશમે ગુણસ્થાનકે જ આવી જાય છે. જ્ઞાનાવરણીકર્મના આધારભૂત, તેને ટકાવીરાખનાર, તેને થંભાવી રાખનાર મેહની છે; પરંતુ મેહ એટલે. બધો બાયલ અને ડરકણ છે અર્થાત્ શક્તિહીન છે કે જ્યાં જ્ઞાનની છાયા પડે છે કે ત્યાંથી મેહ નાશવા માંડે છે. જ્ઞાનની રશ્મિઓ જોયા. પછી ઊભા રહેવાની મેહમાં તાકાત રહેવા પામતી નથી. જ્ઞાનાવરણીયકર્મને લાવનાર, તેને થંભાવનાર, તેનું પોષણ કરનાર મેહ છે, પરંતુ જ્ઞાનગુણ આગળ મેહ રંક છે. જ્યાં જ્ઞાનગુણથી શરૂઆત થઈ કે ત્યાં જ મેહ નાશવા માંડે છે, એટલે જ આત્માને મુખ્ય ગુણ “જ્ઞાન” ગણેલે છે. આત્માના ગુણેમાં અન્ય દર્શન અણુજાણ
હવે આત્માના મુખ્ય ગુણ તરીકે જે આપણે જ્ઞાનને સાબિતકર્યું છે, તે આ સ્થળે જ્ઞાનાવરણીને પણ પ્રથમ સ્થાને બેસાડવું જ પડે છે, કારણ કે આત્માના ગુણ તરીકે આપણે જ્ઞાનગુણ માનીએછીએ, તે જ્ઞાનગુણને જ્ઞાનાવરણ કર્મ રોકે છે. એટલા જ માટે જ્ઞાનાવરણીય કર્મ પહેલું માનવામાં આવ્યું છે.
જૈનદર્શન અને અન્ય દર્શનમાં કર્મ સંબંધી એટલે તફાવત છે કે અન્ય દર્શનકારે કર્મ અને કર્મના ભેદો સુધી ગયા જ નથી. જૈનદર્શને તત્વવેત્તાની દષ્ટિએ કમેનું પૃથક્કરણ કરીને તેના આઠભેદો-આઠ સ્વરૂપ છે તેથી કર્મને આઠ ભેદ કહ્યા છે. અન્યદર્શનીઓ કર્મના ભેદો સુધી નથી ગયા તેનું કારણ એ છે કે તેઓએ આત્માના આઠ ગુણે પણ શોધી કાઢયા નથી. આત્મા આઠ ગુણથી યુક્ત છે એવું ઊંડું તત્વજ્ઞાન તેમની બુદ્ધિમાં વસી શકયું નથી. અને આત્માના આઠગુણે તેમના સમજવામાં ન આવ્યા હોવાથી તેઓ આઠ કમ સુધી ન પહોંચી શકે એ તે તદ્દન સ્વાભાવિક વસ્તુ છે.